(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાના ૭૮ ગામના મોટાભાગના ગરીબ આદિવાસી પરિવારો માટે સરકાર માબાપ થકી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનો પર થી ધઉ,ચોખા,બાજરી,ખાંડ તેમજ વાર તહેવારે તુવેરદાળ,ચણા તેમજ તેલ વિતરણ કરવામાં આવે છે.પરંતુ દિવાળીના તહેવારોની ઉજવણીના આઠ દિવસ માંદ બાકી રહ્યા છે.ત્યા નેત્રંગ તાલુકાની સસ્તા અનાજની દુકાનો પર અનાજનો પુરવઠો પુરેપુરો નહિ ફાળવવામાં આવતા દુકાન ધારકો હેરાન પરેશાન
ગરીબ તેમજ મદયમ વર્ગના લોકો વાર તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે કેન્દ્ર તેમજ રાજય સરકાર ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ થકી તહેવારો પહેલા અનાજ વિતરણ થાય તેવુ આયોજન નક્કર કરવાનુ હોય છે.પરંતુ તંત્રમાં ચાલતી લાલીયાવાડીના કારણે દિવાળીના તહેવારોને માંદ આઠ દિવસનો સમય બાકી રહ્યો છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની ૩૦ જેટલી દુકાનો આવેલી છે. ૩૦ જેટલી દુકાનો પર આજની ૮ તારીખનો સમય ગાળો પુર્ણ થઈ ગયો હોવા છતા પણ કેટલીક દુકાનો પર ઘઉ,ચોખા,બાજરીનો પુરવઠાની ફાળવણી થઈ છે.તેની સાથે વિતરણ કરવા માટે તેલ, તુવેરદાળ, ચણાનો પુરવઠાની ફાળવણી બાકી છે. જ્યારે કેટલીક દુકાનો પર તો પુરેપુરા અનાજના જથ્થા ની ફાળવણી કરવામાં હજી સુધી આવી નથી.
જેને લઈને પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાન ધારકો ને ત્યા તહેવારો પહેલા અનાજનો જથ્થો કાર્ડ ધારકો લેવા માટે ધરમ ધકા ખાઈ રહ્યા છે.
જેને લઈને દુકાનધારકો અને રેશનકાર્ડ ધારકો વચ્ચે ધર્ષણના બનાવો પણ બની રહ્યા છે.દુકાન ધારકોને તહેવારો ટાણે સરકાર ના અન્ના અને નાગરિક પુરવઠા વિભાગમાં ચાલતી લાલીયા વાડીના કારણે દર તહેવારો ટાણે હેરાનપરેશાન થવાનો વારો આવે છે.દિવાળીના તહેવારોને દયાન પર લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને સમયસર અનાજ ગરીબ લોકોને તહેવારો પહેલા મળી રહે તો ઉજવણી ધાધધુમથી કરી શકશે.







