– ભાજપના ૧૪ માંથી ૧૩ સદસ્યો તેમજ શહેર સંગઠનના પ્રમુખ અને મહામંત્રીઓની રજૂઆતથી આમોદના રાજકારણમાં ગરમાવો
ભરૂચ,
આમોદ પાલિકા પ્રમુખના વહીવટથી નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આમોદમા રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ આપવા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ ગયુ હોય નગરજનોમાં પાલિકા પ્રમુખ જલ્પા પટેલના વહીવટ સામે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપનુ શાસન હોવા છતાં ભાજપના જ સદસ્યોને નગરપાલિકા માંથી માહિતી મળતી નથી જે બાબતે તેઓએ અનેક વખત સ્થાનિક ધારાસભ્યથી માંડીને જીલ્લા પ્રમુખ સુધી રજૂઆતો કરી છે.ત્યારે ગત રોજ આમોદ શહેર ભાજપના પ્રમુખ,મહામંત્રી સહિત નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના ૧૪ માંથી ૧૩ સદસ્યો તેમજ ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને મળીને આમોદ નગરપાલિકા પ્રમુખને હોદ્દા ઉપરથી દૂર કરવા માંગ કરી હતી.જેથી આમોદના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર પાલીકાના પ્રમુખ જલ્પા પટેલ વિપક્ષો સાથે સાંથગાઠ રાખી ભાજપ વિરુદ્ધ નિર્ણયો લઇ ભાજપને સત્તાથી દુર રાખવાની નિતી હોવાને કારણે તાકીદે પ્રમુખ પદેથી દુર કરવા રજૂઆત કરવામાં આવી હતી.
જલ્પા પટેલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી મનસ્વી વહીવટ ચલાવી અને ભારતીય જનતા પક્ષને આવનારા સમયમાં તમામ જગ્યાએથી નુકશાન થાય તેવા વહીવટ વલણ અને કામગીરી કરીને પક્ષ વિરુદ્ધ (વિપક્ષનાં કહ્યામાં કામ) કરતા હોય અને વિપક્ષને મજબુત કરતા હોવાનું જણાવ્યું હતું.તેમજ આવનારા સમયમાં હજુ વધુ ખોટું કરવાનું આયોજન વિપક્ષ સાથે મંડાગાઠ કરી લીધેલ હોય જેથી તાકીદે દુર કરવા રજૂઆત કરી હતી.જલ્પા પટેલે વિકાસના કામો છેલ્લા આઠ મહિનાથી કામગીરીના વર્કઓર્ડર અટકાવી રાખે ભાજપને સત્તાથી દુર રાખવાના ઈરાદાથી અટકાવેલ છે.
આમોદ નગર વોર્ડ નં – ૦૬ માં બે ચુટાયેલા ભાજપના સભ્યો હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં વિરોધપક્ષ ચુટાયેલા સદસ્યની નિમણૂક કરી હતી.
આમોદ ખેતીવાડી બજાર સમિતિ નાં ડીરેક્ટર તરીકે પાર્ટીને તથા આમોદ સંગઠન, ધારાસભ્ય કે જિલ્લાને કે ચુટાયેલા તમામ સભ્યને પૂછ્યા વગર વિપક્ષના સમર્થનથી ખેતીવાડી બજાર સમિતિના ડિરેક્ટર બન્યા હતા.
આમોદ નગરમાં કરોડો રૂપિયાની ભૂગર્ભ ગટરની ગ્રાન્ટ કોંગ્રેસ શાશિત મત વિસ્તાર અને વિપક્ષનાં તમામ ચુટાયેલા સદસ્યોના વોર્ડમાં ગ્રાન્ટ વાપરીને ભાજપનાં મત વિસ્તારોમાં એક રૂપિયો વાપરવામાં નથી આવ્યો.જેથી ભૂગર્ભ ગટરની ભાજપ શાશિત તમામ હિંદુ વોર્ડમાં વિરોધ ઉભો થયેલ છે,જેમકે વણકરવાસ આંબેડકર નગર,તાલુકા પંચાયત નવી નગરી જેવા વિસ્તારોમાં હજુ ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું નથી.ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તેમજ ધારાસભ્ય, સાંસદ સભ્ય તરફથી આવેલી ગ્રાન્ટોનું સામાન્ય સભા કે કારોબારી સભામાં લીધા વગર બારોબાર આયોજન કરી લાખો રૂપિયાના ખર્ચા મનસ્વી રીતે કોઈપણ સદસ્યોને પૂછ્યા કે સમંતિ વગર બીલોના ચૂકવણા કરેલ છે.જેમકે JCB – ૪૫,૦૦,૦૦૦ લાખ (મંજુરી મત ૩૫,૦૦,૦૦૦ લાખ) ડોર ટુ ડોર ટેમ્પા ૩ નંગ,૪૨,૦૦,૦૦૦/-એસેમ્બલ લાવેલ છે વધુમા કરોડોના ખર્ચે લાગેલ સોલાર પેનલ પણ ધૂળ ખાય છે દોઢ વર્ષ પૂર્ણ થયા છતાં જોડાણો આપેલ નથી તથા મેન્ટેનસ કરવામાં આવેલ નથી.આમોદ નગરપાલિકાનાં ચુટાયેલા તમામ ભાજપના સદસ્યોઓને પણ કામો કરાવવા કે ખરી માહિતી મેળવવા અરજી કરવાની ફરજ પડે છે તથા અરજી કર્યા પછી પણ કોઈપણ માહિતી આપવામાં આવતી નથી.ચુટાયેલા સદસ્યની અવગણના કરી ભાજપના સદસ્યોનું વારંવાર માહિતી નહીં આપી અપમાન કરવામાં આવે છે.આમોદ નગરમાં મોટા પાયે ભષ્ટ્રાચાર થયેલ કામોની વારંવાર ફરિયાદો કરવા છતાં ભાજપનાં એકપણ સદસ્યને કોઇપણ જવાબ કે ન્યાય આપવામાં આવેલ નથી અને મોટા પાયે ભષ્ટ્રાચારો આચરવામાં આવેલ છે.જેથી નગરજનોમાં આક્રોસ જોવા મળી રહ્યો છે.
આમોદ નગરપાલિકાના સદસ્યો તેમજ શહેર સંગઠનની સામુહિક રજૂઆતો બાદ ભરૂચ જીલ્લા મોવડી મંડળ પાલિકા પ્રમુખ જલ્પા પટેલ વિશે શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.







