ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું : ‘નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ’ પર સંમેલન

SHARE:

ભરૂચ,

ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના આત્મીય હોલ ખાતે ૧૫૩ ભરૂચ વિધાનસભાનું ભવ્ય પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું.જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંમેલનનો મુખ્ય વિષય ‘નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ’ હતો.

​આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગરે ઉપસ્થિત કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકોને GSTના નવા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલમાં આવેલા આ નેક્સ્ટ જનરેશન GST સુધારાઓની વિગતો આપતા જણાવ્યું હતું કે આ સુધારાઓના કારણે દેશમાં **’GST બચત ઉત્સવ’**નો પ્રારંભ થયો છે, જે સામાન્ય જનતા અને વેપારીઓ માટે રાહતરૂપ સાબિત થશે.

​આ મહત્વપૂર્ણ સંમેલનમાં સાંસદ મનસુખભ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ઉપાધ્યક્ષ દિવ્યેશ પટેલ, ધારાસભ્ય ડી.કે.સ્વામી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ,જિલ્લા પંચાયત કરોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં પ્રબુદ્ધજનોએ GSTના નવા સુધારાઓ વિશે જાણીને તેને આવકાર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!