આજકાલ લોકોની લાઇફસ્ટાઇલ ખૂબ જ ખરાબ થઈ રહી છે. જંક ફૂડ, મોડી રાત સુધી જાગવા, કલાકો સુધી સ્ક્રીન પર સમય પસાર કરવો, સ્વચ્છતા ન જાળવવાને કારણે લોકો અનેક પ્રકારના રોગોનો ભોગ બની રહ્યા છે. અને તેમાંથી કેન્સર એક છે. હાલમાં કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે ખૂબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે. તેના ઘણા પ્રકારો છે, જે શરીરના જુદા જુદા ભાગોમાં થતા હોવાથી એજ નામોથી ઓળખવામાં આવે છે. સર્વાઇકલ કેન્સર આ ગંભીર રોગનો એક પ્રકાર છે, જે સ્ત્રીઓ માટે ખૂબ જ ઘાતક છે. અમે તમને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેના જોખમી પરિબળો અને તેના નિવારણ વિશે વાત કરવાના છીએ.
સર્વાઇકલ કેન્સર શું છે?
સર્વાઇકલ કેન્સર મહિલાઓના પ્રજનન અંગોને પ્રભાવિત કરતાં એ પાંચ ગંભીર કેન્સરમાંનું એક છે. જ્યારે કેન્સર સ્ત્રીઓના સર્વિક્સમાં (Cervix) શરુ થાય છે, ત્યારે તેને સર્વાઇકલ કેન્સર કહેવામાં આવે છે. સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) નામના વાયરસથી થાય છે. HPVથી સંક્રમિત દરેક મહિલાઓને સર્વાઇકલ કેન્સરનું જોખમ રહેલું છે.
રોગના લક્ષણો કેવા હોય છે
કેટલાક રોગોમાં શરીરમાં ચોક્કસ પ્રકારના લક્ષણો દેખાતા હોય છે. જ્યારે આપણને ખબર પડે છે, ત્યાં સ્થિતિમાં તો બહુ ખરાબ થઈ જાય છે. સર્વાઇકલ કેન્સર પણ આવો જ એક રોગ છે. તે ધીમે ધીમે વધે છે, પરંતુ જો આપણે શરીરના સંકેતોને સમજીએ તો તેને ઓળખી શકીએ તો, તેની ઝડપી સારવાર થઈ શકે છે. સામાન્ય રીતે આ રોગ 35 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓમાં જોવા મળે છે.
આ સામાન્ય લક્ષણોથી ઓળખો આ ગંભીર બીમારીને
- વારંવાર પેશાબ કરવો
- સફેદ સ્રાવ
- હાર્ટબર્ન અને લૂઝ મોશન
- અસામાન્ય રક્તસ્ત્રાવ
- ભૂખ ન લાગવી અથવા ખૂબ ઓછું ખાવું
- ખૂબ થાક લાગે છે
- પેટના નીચેના ભાગમાં દુખાવો અથવા સોજો
- વારંવાર હળવો તાવ અને સુસ્તી
- સેક્સ દરમિયાન દુખાવો
- સેક્સ પછી રક્તસ્ત્રાવ
- માસિક ધર્મ દરમિયાન સામાન્ય કરતાં વધુ રક્તસ્ત્રાવ
- સતત પીઠનો દુખાવો
- યોનિમાર્ગમાં ગઠ્ઠો અથવા મસાઓ
સર્વાઇકલ કેન્સરનું કારણ
શરીરમાં HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વાયરસના ફેલાવાને કારણે સર્વાઇકલ કેન્સરની સમસ્યા જોવા મળે છે. આ ઉપરાંત, આનુવંશિકતા પણ આનું એક મુખ્ય કારણ છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે, મહિલાઓમાં આ કેન્સરનું જોખમ વધે છે, ભલે તેમનો પારિવારિક ઇતિહાસ હોય. એટલું જ નહીં, સર્વાઇકલ કેન્સર પણ એક જાતીય સંક્રમિત રોગ (STD) છે. આવી સ્થિતિમાં આ રોગ અસુરક્ષિત સેક્સને કારણે પણ થઈ શકે છે.
આ રીતે ગંભીર રોગથી બચો
- આ ગંભીર બીમારીને રોકવા માટે તમે હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) સામે રસી કરાવી શકો છો.
- રસીકરણ માટેનો શ્રેષ્ઠ સમય એ છે કે, તમે કોઈપણ સંભવિત વાયરસથી સંક્રમિત થાઓ તે પહેલાં. માનવ પેપિલોમાવાયરસ (HPV) માટે આ સમય સામાન્ય રીતે કિશોરાવસ્થાના પ્રારંભિક તબક્કામાં હોય છે.
- સુરક્ષિત સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ HPV ટ્રાન્સમિશનનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. જોકે તેની પણ 100 ટકા ગેરંટી નથી.
- ભોજનમાં ફળો અને શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરીને પણ સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is