– ભરૂચ જીલ્લાની સિંચાઈ અને જમીન ધોવાણની સમસ્યાનું આગામી દિવસોમાં નિવારણની મંત્રીની હૈયા ધારણા
ભરૂચ,
રાજ્ય મંત્રી મંડળ ના પુનઃ ગઠનમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળતા સમગ્ર ભરુચ જીલ્લામાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.ત્યારે ગાંધીનગરથી પાણી પુરવઠા મંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ ભરૂચ આવતા ઈશ્વરસિંહ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ આવી પહોચતા જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા,જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,યુવા મોરચાના જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ઢોલ નગારા અને ફૂલહાર સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે નવી જવાબદારી સોંપવા બદલ આભાર વ્યક્ત કરવા સાથે ભરૂચની સિંચાઈ અને જમીન ધોવાણની સમસ્યાના નિવારણ આગામી દિવસોમાં થશે તેવી ખાતરી આપી હતી.




