best news portal development company in india

ઝઘડિયા તાલુકા પંચાયત સદસ્યના ફાર્મ પર દારૂની મહેફિલ માણતા હોવાનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો

SHARE:

– ભાજપના ઓબીસી સમાજના આગેવાન મહેશ પાટણવાડીયાના ટેબલ પર દારૂનો ગ્લાસ હોવાનો ફોટો વાયરલ થયો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

રાજ્યભરમાં આવનારા દિવસોમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે.જેના પડઘમ અત્યારના વાગવાના શરૂ થઈ ચૂક્યા હોય તેમ લાગી રહ્યું છે.ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય રતિલાલ રોહિતના સારસા ગામ આસપાસના ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ માણતા હોવાનો ફોટો વાયરલ થયો છે.આ ફોટો તાલુકા પંચાયત સદસ્ય રતિલાલ રોહિતના ફાર્મનો હોવાનું બહાર આવ્યું છે! વાયરલ થયેલા ફોટામાં ટેબલ પર દારૂનો ગ્લાસ હોય તેમ દેખાઈ રહ્યું છે! અને ત્યાં ઝઘડિયા તાલુકા ઓબીસી સમાજના આગેવાન મહેશ પાટણવાડીયા જણાઈ રહ્યા છે.ગતરોજ રાતથી જ ઝઘડિયા તાલુકા ભાજપના ગ્રુપમાં આ ફોટા વાયરલ થતા હડકંપ મચી જવા પામ્યો છે,ભાજપના કેટલાક આગેવાનો આ ફોટાને સોશ્યલ મીડિયા ગ્રુપ માંથી ડીલીટ કરાવવા માટે મોડી રાત સુધી જહેમત ઉઠાવી હતી.ભાજપ ઉપરાંત અન્ય સોશ્યલ મીડિયાના ગ્રુપોમાં પણ આ ફોટો વાયરલ થતા ઝઘડિયા તાલુકાનું રાજકારણ ગરમાયુ છે અને શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં જ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે એકબીજાને બદનામ કરવા ટાંટિયા ખેંચ શરૂ‌ કરી‌ પાર્ટીની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે! દારૂની મહેફીલ માણતા હોય તેવા જણાતા ફોટામાં દેખાતા ઓબીસી સમાજના આગેવાન મહેશ પાટણવાડીયાને આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લા ઓબીસી મોરચાના‌ સંગઠનમાં મહત્વના હોદ્દા સાથે જવાબદારી સોંપવામાં આવવાની હોય તેમના વિરોધીઓ દ્વારા આવું ષડયંત્ર રચી ફોટો વાયરલ કર્યો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે! ત્યારે ભાજપ સિવાયની અન્ય પાર્ટીના આગેવાનો દ્વારા પણ આ ફોટા સોશ્યલ મીડિયા પર મૂકી સીધું નિશાન સંસ્કારી ગણાતી પાર્ટી ભાજપ પર ટાંક્યું છે.ત્યારે કેટલાક રાજકીય આગેવાનો દ્વારા સોશ્યલ મીડિયામાં લખાણ સહિત ફોટા મૂકયા હતા‌ જે દબાણ આવતા ફોટા મૂકેલી પોસ્ટ ડીલીટ પણ કરી દેવામાં આવી હતી.ફોટામાં જણાતી દારૂની મહેફિલ ગત શનિવાર અથવા રવિવાર (રાજપારડી તથા પાણેથાના નવા વર્ષના ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ બાદ!) ના રોજ તાલુકા પંચાયત સદસ્ય રતિલાલ રોહિતના ફાર્મ હાઉસ પર યોજાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે ! તથા આ મહેફિલમાં ઝઘડિયા તાલુકા પંચાયતની ચૂંટણીના ટિકિટ વાંચ્છુકો તથા જિલ્લા પંચાયત ચૂંટણીના ટિકિટ વાંચ્છુકો સહિત ૮ થી ૧૦ ભાજપના આગેવાનો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે! વાયરલ થયેલા ફોટા બાદ સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોએ લખ્યું છે કે બોલો આ ભાજપ શું આપી શકે ગુજરાતના બાળકોને શિક્ષણ?? દારૂની મેહફીલો આ છે બીજેપી નો વિકાસ ? ક્યાં ગયા મનસુખભાઈ? ક્યાં ગયા ભાજપના નેતાઓ? તેવા પ્રશ્નાર્થ સાથે સોશ્યલ મીડિયામાં કોમેન્ટો જોવા મળી હતી.ત્યારે આ બાબતે તાલુકા પંચાયતના સદસ્ય રતિલાલ રોહિત સાથે ટેલીફોનીક વાતમાં તેમણે જણાવ્યું હતું કે આ એક જુનો ફોટો હશે મારો આમાં કોઈ રોલ નથી! ઝઘડિયા તાલુકા ભાજપના ઓબીસી આગેવાન‌ જેમનો મહેફિલનો ફોટો વાયરલ થયો તે મહેશ પાટણવાડીયાનો આ બાબતે ટેલીફોનિક સંપર્ક કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય આગેવાનોનું સ્તર એટલું નિમ્ન કક્ષાનું થઈ ગયું છે કે એક જ પાર્ટીની અંદરો અંદર ટિકિટ મેળવવાની લાલસામાં કઈ હદે જઈ શકે છે! અને પોતાની જ પાર્ટીના નેતાઓને સાચી ખોટી રીતે બદનામ કરવામાં કોઈ કસર છોડતા નથી!

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!