ભરૂચના શુકલતીર્થ ખાતે ખેતરમાં શાકભાજી લેવા ગયેલ મહિલાને ઝટકા મશીનનો કરંટ લાગતા મોત

SHARE:

– મધુબેનના ડાબા પગના અંગૂઠાના ભાગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા : પોલીસે પુત્રની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી

ભરૂચ,

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનના કરંટ લાગતા મોત નીપજ્યું હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.આ મામલે શુક્લતીર્થ પોલીસે મહિલાના પુત્રની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના શુક્લતીર્થની નવીનગરી, ખપ્પર માના ફળીયા વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યું કે તેમની માતા મધુબેન દલસુખભાઈ પટેલ (ઉ.વ.55) રોજિંદા ધંધા તરીકે ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા. 3જી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવેલા વૈરવા વગામાં રાજીવકુમાર રામપ્રતાપ મોર્યના ખેતર તરફ ગયેલા હતા.

જયેશ પટેલે જણાવ્યું કે તેઓએ સવારે આશરે સાડા આઠ વાગ્યે પોતાની માતાને મોટરસાયકલ ઉપર ખેતર સુધી છોડ્યા હતા.થોડા સમય બાદ રાજીવકુમાર મોર્યનો ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેનને ખેતરના રોઢા ઉપર લગાવેલી ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે.

આ માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.જ્યાં મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા.ત્યાર બાદ ગામના સંજયભાઈ રતીલાલ પટેલની ઈનોવા કારમાં મધુબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા,જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને સવારે આશરે 10 વાગ્યાને 24 મિનિટે તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ મધુબેનના ડાબા પગના અંગૂઠાના ભાગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હતા. જયેશ પટેલે પોલીસને જણાવ્યું કે તેમની માતા અગાઉ પણ તેમને ખેતરમાં ન આવવા દેતા હતા અને કહેતા હતા કે ત્યાંના લોકો દ્વારા વીજ કરંટ લગાવવામાં આવે છે.બનાવ અંગે શુક્લતીર્થ પોલીસ દ્વારા તેમના પુત્રની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઘટનાથી શુક્લતીર્થ અને આસપાસના વિસ્તારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!