best news portal development company in india

નર્મદાના આદિવાસીઓએ દેવ દિવાળી મનાવી : મેળામાં ગુજરાત,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુનો માનવ મહેરામણ ઉમટ્યો

SHARE:

– ભાથુજી દાદા પ્રતિ શ્રદ્ધાનો અનોખો દિપ ઝગમગ્યો : ભક્તોએ બાધા આખડી માનતા પુરી કરવા બાધાના જવારાનું સ્થાપન કર્યુ : લાખો ભક્તોનું નર્મદા સ્નાન

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આજે નર્મદા જિલ્લાના આદિવાસીઓનો સૌથી મોટો ગણાતો કાર્તિક પૂનમે ભાદરવાનો મેળો ભરાયો હતો.જેમાં ભાદરવા દેવના મંદિરે દર્શન કરવા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુંનો માનવ મહેરામણ ઉમટ્યો હતો.નર્મદાના આદિવાસીઓએ દેવ દિવાળી મનાવી હતી.અહીં ભાથુજી દાદા પ્રતિ શ્રદ્ધાનો અનોખો દિપ ઝગમગે છે. ગોરા પૂલ નીચે આવેલ નર્મદાનદીમાં ડૂબકી લગાવી લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નર્મદા સ્નાનકરી ધન્યતા અનુભવી હતી.કાર્તિકી પૂનમે મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર ખાનદેસથી પગપાળા સંઘ યાત્રાળુઓ કાગળના ઘોડાઓ સાથે ધજાઓ ફરકાવતા આવી પહોંચ્યા હતા.અહીં મેળામાં લોકોનીસુવિધાઓ માટે તંત્ર દ્વારા ખાણી પીણીના સ્ટોલદુકાનો ગોઠવાઈ હતી.મેળામાં આદિવાસીઓના પરંપરાગત પહેરવેશ, ઘરેણા,વાસણો કપડા શેરડી,જેવી અનેક ચીજ વસ્તુઓની નાની મોટી હાટડીઓ લાગી હતી.ભાદરવાના મેળામાં આદિવાસીઓ દ્વારા જવારાના સ્થાપનનુ વિશેષ મહત્વ હોઈ અહીમેળામાં આદિવાસી શ્રધ્ધાળુઓ માથી જવારાના ટોપલા લઈને પોતાની બાધા પુરી કરવા આવ્યાં હતા.અહી લોકો ખુશીના તેમજ બાધાના જવારાનું મંદિરે સ્થાપન કર્યું હતું.અહીં આદિવાસીઓની ભાથુજી દાદા પ્રત્યેની અગાધ શ્રધ્ધાના દર્શન અભિભૂત થયા હતા.અહી માટીના ઘોડા ખરીદી ભાથુજી દાદાના મંદિરે ઘોડો ચડાવી પોતાની બાધા પુરી કરવાની માન્યતા પુરી કરી હતી.આજે પણ આદિવાસીઓ ઘોડાને દેવ તરીકે પુજે છે.તેથી કાગળનો ઘોડો બનાવી તો ફેટલાક તો માટીના ઘોડા ખરીદી ભગવાનને અર્પણ કરે છે.દેવ દિવાળીએ અસંખ્ય ધોડાદેવને ચઢે છે. કેટલાક શ્રધ્ધળુઓ તો જીવતો ઘોડો પણ ચઢાવે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!