best news portal development company in india

ઝઘડિયા ખાતે નવા કોર્ટ બીલ્ડીંગમાં પાર્કિંગ વ્યવસ્થા તેમજ નવી એડીશનલ સેસન્સ કોર્ટ ઝઘડીયા ખાતે તાત્કાલીક ફાળવી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ઝઘડિયા કોર્ટ ખાતે પાર્કિંગ વ્યવસ્થા અને નવી એડિશનલ સેશન કોર્ટ તાત્કાલિક ફાળવી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.

આ બાબતે બાર એસોસિયનને જણાવ્યું હતું કે ઝઘડિયા ખાતે નવા કોર્ટ બીલ્ડીંગના ઉદ્ઘાટન થયાને બે વર્ષ જેટલો સમય વિતી ગયેલ છે તેમ છતાં કોર્ટની આજુબાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પેવર બ્લોક બેસાડવામાં આવેલ નથી કે વાહન પાર્કીંગ માટેના કોઈ શેડની વ્યવસ્થા કરવામાં આવેલ ન હોય જેના કારણે વાહન પાર્ક કરવામાં વકીલમિત્રોને સ્ટાફના કર્મચારીઓને તેમજ કોર્ટમાં આવતા પક્ષકારોને ઘણી જ અગવડતા પડી રહેલ છે અને પારાવાર મુશ્કેલી અનુભવી રહેલ હોય આ અંગે ઝડપથી નીરાકરણ આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે.ઝઘડિયા તાલુકા તેમજ વાલીયા તાલુકામાં જીઆઈડીસી આવેલ હોય ત્યાં મજુરીકામે આવતા મોટાભાગના ઈસમો પરપ્રાંતીય ઈસમો હોય આ વિસ્તારમાં છેલ્લા દશ બાર વર્ષથી ચોરી, લુટફાટ, ધાડ,બળાત્કાર તેમજ પોકસો એકટ મુજબના ગુનાઓમાં ઉત્તરોત્તર ખુબ જ વધારો થઈ રહેલ છે અને આ‌ વિસ્તારમાં રહેતી લગભગ ૯૦ ટકા વસ્તી ગરીબ, અભણ આદીવાસી અતી પછાત અને જંગલ વિસ્તારમાંથી આવતી હોય જેમને સેસન્સ ટ્રાયબલ ગુનાના કામે અંકલેશ્વર એડીશનલ કોર્ટ સુધી પહોંચવામાં બે થી ત્રણ વાહનો બદલીને કોર્ટમાં પહોંચવુ પડતુ હોય છે,જે ગરીબ ઈસમોને આર્થીક દષ્ટીએ પણ પોષાય તેમ ન હોય ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકાની પ્રજાને બધી રીતે સગવડ રૂપ થઇ શકે તે માટે ઝઘડીયા ખાતે આવેલ કોર્ટ બીલ્ડીંગમાં એક એડીશનલ સેસન્સ કોર્ટ ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારની પ્રજા માટે આશીર્વાદ રૂપ બની શકે તેમ છે.‌જે બાબતે બાર એસોસિએશનની ઘણાં વર્ષો જુની માંગણી હોય છે, ઝઘડીયા ખાતે ફેમીલી કોર્ટ, નાયબ કલેકટરની કોર્ટ તથા ડીવાયએસપીની કચેરી આવેલ હોય ઝઘડીયા ખાતે એક એડીશનલ સેસન્સ કોર્ટની ફાળવણી કરવામાં આવે તો ઝઘડીયા, વાલીયા તેમજ નેત્રંગના નાગરીકોને સરળ અને ઝડપી ન્યાય મળી શકે તેમ હોય તેને અગ્રતા આપી તાકીદે પ્રશ્નોનું નીરાકરણ લાવવા આ બાબતે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે.‌ઉપરોકત સંજોગોમાં ઉપરોકત પ્રશ્નો બાબતે તાત્કાલીક ધોરણે કોઈ નીકાલ લાવવામાં ન આવશે તો અમો ઝઘડીયા વકીલ મંડળના તમામ સભ્યોએ ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!