best news portal development company in india

અંકલેશ્વરના કરમાલી મદ્રેસાના મૌલવીએ મહિલાને અર્ધબેભાન કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની અટકાયત

SHARE:

– ભોગ બનનાર પોતાના પતિ સાથે મનમેળાપ થાય અને પતિ પત્ની સાથે આવી જાય તે માટે દોરા ધાગા કરાવવા મૌલવીના સંપર્કમાં આવતા મૌલવીએ ભોગ બનનાર સાથે કરી નાખ્યું દુષ્કર્મ

– એન.જી.ઓ ચલાવતી મહિલા કરમાલી ગામે કામ અર્થે જતાં મૌલવીના પરીચયમાં આવતા મૌલવીએ મહિલાનો મોબાઈલ નંબર મેળવી સવાર સાંજ ગુડ મોર્નિગ, ગુડ નાઈટનો મેસેજ કરી મંતરેલું પાણી પીવડાવી અધ્ધબેભાન કરી દુષ્કર્મ કરતાં પાનોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ

ભરૂચ,

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના કરમાલી ગામના હેવાન મૌલવીની ચોકાવનારી ઘટના સામે આવી હોય જેમાં પતિ સાથે મનમેળાપ થઈ સમાધાન થાય તેવું કરાવવા આવેલી હિન્દુ મહિલાને મંતરેલું પાણી પીવડાવી મહિલાને અર્ધબેભાન કરી તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય તેવી પોલીસ ફરીયાદ પાનોલી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે હવસખોર મૌલવીની ધરપકડ કરી હતી.

ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથકમાં સુરતની ભોગ બનનાર ર૮ વર્ષીય મહિલાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે આજથી એકાદ મહિના પહેલા તા.૦૮/૧૦/ર૦રપના રોજ એન.જી.ઓ માંથી કામ અર્થે વિવિધ સ્થળોએ જવ છું જેમાં અંકલેશ્વરના કરમાલી ગામે મદ્રેસાના મૌલવી અજવદ અહમદ બેમાત ઉ.વ.પ૩ સાથે પરીચય થતાં ફરીયાદીએ મૌલવીને કહેલું કે મારે મારા પતિ સાથે બનતું નથી તે મારી જોડે આવી જાય તેવી વિધી કે દોરા ધાગા કરી આપે છે કોઈ તેમ કહેતા આખરે મૌલવીએ ભોગ બનનારનો મોબાઈલ નંબર મેળવી બન્ને એક બીજાના વોટસએપ ઉપર ગુડનાઈટ, ગુડ મોર્નિગના વિવિધ મેસેજથી ચેટીગ સેટીંગ થતાં ભોગ બનનારને મદ્રેસાના મૌલવીએ મંતરેલુ પાણી, તાવીઝ પણ બનાવી આપ્યા બાદ મૌલવીએ ભોગ બનનારને કરમાલી ગામે બોલાવી બપોરના સમયે ૩ થી ૬ ના ગાળામાં મંતરેલું પાણી પીવડાવી ભોગ બનનાર અર્ધબેભાન થઈ જતાં જ તેણીની સાથે મૌલવીએ ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય અને ત્યાર બાદ મૌલવી જાતે જ ભોગ બનનારને સુરત જાતે જ છોડીને જતો રહયો હતો.

 ભોગ બનનારને બે દિવસ સુધી શરીરમાં બેચેની, વધુ પડતી ઉઘ અને કમજોરી આવી જતાં તે બે દિવસ બાદ તેણીની સાથે મૌલવીએ કરેલું ગંભીર પ્રકારના કૃત્ય અંગે પરિવારજનોને વાત કરતાં તેમના પરિવારજનોએ પણ ભોગ બનનારને હિંમત આપતાં આખરે સમગ્ર મામલો પાનોલી પોલીસ મથકે પહોંચતા આખરે પોલીસે પણ હવસખોર કરમાલી મદ્રેસાના મૌલવી સામે દુષ્કર્મ સહિત વિવિધ કલમો મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી નરાધમ મૌલવીની ધરપકડ કરી લીધી છે.

– હિન્દુ મહિલા અંધ શ્રધ્ધામાં બળાત્કારનો ભોગ બની

આજનું યુગ પણ અંધ શ્રધ્ધામાં ઘેલું બન્યું છે અને જયોતિષો અને મૌલવીઓ પાસે વિધી કરાવવા જતાં હોય છે. ત્યારે આવો જ એક હવસખોર મૌલવીએ દુખીયારી મહિલા કે જેને પતિ સાથે અણબનાવ હોય તે દુર થાય તે માટે દોરા ધાગા કરાવવા આવતા આખરે મૌલવીએ પણ મહિલાને મંતરેલું પાણી કે ઘેની પ્રદાર્થ પીવડાવી મૌલવીએ દુખીયારી મહિલા ઉપર જ દુષ્કર્મ કરી નાખ્યું હતું.ત્યારે હજું પણ લોકોએ અંધ શ્રધ્ધા માંથી બહાર આવવાની જરૂર છે.

– કરમાલી ખાતે સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ બાબતની મુહિમ ઉપાડનાર દુષ્કર્મી નિકળ્યો

અંકલેશ્વર તાલુકાના કરમાલીના દારૂત તરબીયત ખાતે સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ બાબતની ઝુંબેસ ઉપાડી હતી અને પોલીસ અધિકારીઓ સાથે ફોટા પડાવી પ્રસિધ્ધી પણ મેળવી હતી.પરંતુ આજે આજ મૌલવી દુષ્કર્મનો આરોપી બની જતાં પોલીસ અધિકારીઓ સાથેના ફોટા પણ પેપર કર્ટીંગ સાથે સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં આખરે મૌલવીના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે. – કરમાલીના મદ્રેસાના મૌલવીએ અન્ય કેટલી મહિલાઓને ભોગ બનાવી છે પોલીસ માટે તપાસનો વિષય

કરમાલી ગામના મૌલવી કે જેઓ દુષ્કર્મી નિકળ્યા તેઓને ત્યા અત્યાર સુધીમાં કયાં કયાં ધર્મની મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવી છે.જો પોલીસ સમગ્ર પ્રકરણમાં જીણવતભરી તપાસ કરશે તો અનેક લોકો આ મૌલવીનો ભોગ બની હશે તે વાત ચોકકસ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!