ઝઘડિયા તાલુકામાં વાહનચોરો સક્રિય : રાજપારડી નજીકના સારસા ગામે ઘર નજીક મુકેલ મોટર સાયકલ ચોરાઈ

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

તા.૧૨ મીના રોજ ચોરાયેલ મોટર સાયકલ શોધવા છતાં નહિ મળતા મોટર સાયકલ માલિકે હાલ ફરિયાદ લખાવી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત‍ાલુકામાં હાલ ફરીવાર વાહનચોરો સક્રિય બનતા વાહન માલિકો ચિંતિત બન્યા છે.રાજપારડી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે મસ્જિદ ફળિયામાં ગત તા.૧૨ મીના રોજ એક મકાન નજીક પાર્ક કરીને મુકેલ મોટર સાયકલની રાત્રી દરમ્યાન ચોરી થઈ હતી. સારસા ગામે મસ્જિદ ફળિયામાં રહેતા આશિષભાઈ રસીકભાઈ  વસાવાની માલિકીની મોટર સાયકલ તેમણે ગત તા.૧૨ મીના રોજ રાતના ઘર નજીક પાર્ક કરીને મુકી હતી. ત્યાર બાદ રાતના સાડા ત્રણ વાગ્યાના અરસામાં મોટર સાયકલ ચાલુ થવાનો અવાજ આવતા ઘરના લોકોએ બહાર આવીને જોયું તો કોઈ ઈસમ તેમની મોટર સાયકલ લઈને જતો રહ્યો હોવાનું જણાયું હતું.તેમણે આજુબાજુમાં તપાસ કરવા છતાં મોટર સાયકલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યાર બાદ મોટર સાયકલની  આસપાસના ગામોએ તપાસ કરવા છતાં આજદિન સુધી કોઈ ભાળ મળી ન હતી,તેથી આશિષ વસાવાના પિતા રસીકભાઈ વસાવા રહે.ગામ સારસા તા.ઝઘડિયાનાએ રાજપારડી પોલીસ મથકમાં મોટર સાયકલ ચોરી બાબતે ફરિયાદ લખાવી હતી. ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર વાહનચોરો સક્રિય થતા વાહન માલિકો ચિંતિત બન્યા છે.ખાસ કરીને ઘર બહાર ખુલ્લામાં મોટર સાયકલ પાર્ક કરતા વાહન માલિકોમાં વધતા જતા વાહન ચોરીના બનાવોને લઈને ચિંતા ફેલાઈ છે.ઘણીવાર વાહનચોરો દ્વારા ઉઠાંતરી કરાયેલ મોટર સાયકલો ભંગારીય‍ાઓ પાસે પહોંચી જતી હોય છે અને ત્યાર બાદ મોટર સાયકલના ભાગો અલગ પાડી દઈને ભંગાર બની જતા હોય છે,એવી પણ લોકચર્ચાઓ ઉઠવા પામી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!