– નર્મદાના ઊંડાણના ગ્રામ્ય વિસ્તારના ધોરણ ૧૦ અને ૧૨ ના આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચું આવે તે માટે એક સર્વે કર્યો
– અંદાજે ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે એસાઈમેન્ટ તૈયાર કરાવ્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાજિલ્લાના રાજપીપળા ખાતે આવેલ માર્ગ મકાન વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર હેમંત વસાવા એક અધિકારી તરીકે તો કાર્યક્ષમ અને સારા અધિકારી તો છે જ પણ માનવતાની દ્રષ્ટિએ માનવતા વાદી સેવાભાવી અને શિક્ષણ પ્રેમી હેમંતભાઈની ગરીબ આદિવાસી ઓ પ્રત્યે ની શિક્ષણ સેવા અનોખી છે.એ માટે એમણે ૨૦૨૧ થી છેલ્લાં ૪ વર્ષથી નર્મદાના શિક્ષણ થકી સેવાનો અનોખો યજ્ઞ હેમંત વસાવાએ શરૂ કર્યો છે.હેમંત વસાવાના જણાવ્યા અનુસાર નર્મદાના ઊંડાણના ગ્રામ્ય વિસ્તારના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચું આવે તે માટે એક સર્વે કર્યો હતો.મોટા શહેરોમાં જે પ્રકારનું એસાઈમેન્ટ મટીરીયલ વહેચવામાં આવે છે.એસાઈમેન્ટ તૈયાર કરાવી અંદાજે ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે એસાઈમેન્ટ (સ્વાધ્યાય પ્રશ્ન પત્રો) જેમાં ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન,અંગ્રેજી,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત જેવા ૭ વિષયો ના દરેક વિષયના પાંચ પ્રશ્ન પત્રોના સ્વાધ્યાય પ્રશ્નપત્રોનું મટીરીયલ જે મોટા શહેરોમાં વિદ્યાર્થીઓમાટે શાળા સંચાલકો પ્રકાશિત કરી વિદ્યાર્થીઓ પાસેથી પ્રશ્ન પત્રોનું સોલ્યુશન કરી માર્ગદર્શન આપે છે તેવા ૨૫૦૦ જેટલા સ્વાધ્યાય પ્રશ્ન પત્રો મંગાવી નર્મદા ગ્રામ્ય વિસ્તારના ઊંડાણના અંતરિયાળ વિસ્તારના ધૂળિયા ગામડા ખૂંદી દરેક શાળાઓ માં જઈ આચાર્ય નો સંપર્ક સાધી તમામ વિદ્યાર્થીઓને વિના મુલ્યે વિતરણ કર્યું.ડેડીયાપાડાના ઊંડાણના ગામો જેવાકે માલસામોટ, ડુમખલ, જાવલી, કોલવણ, પાટ જેવા ગામોમાં જઈ વિતરણ કર્યું હતું.એ માટે ચાર પાચ યુવાનોની ટીમ બનાવી ગરીબ આદિવાસી વિદ્યાર્થી ઓ સુધી ધોરણ ૧૦ અને ૧૨ નું મહત્વનું પરીક્ષા લક્ષી સ્વાધ્યાય પ્રશ્ન પત્રો પહોંચાડી તેમની પાસેથી સોલ્યુસન કરાવી દરેક વિષયના પાંચ પાંચ પ્રશ્ન પત્રો સોલ્વ કરાવ્યા હતા.જેમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ ઉપરાંત ધોરણ ૧૨ ના આર્ટ્સ, કોમર્સ, સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ આજ પ્રકાર નું સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ કરી પ્રશ્ન પત્રોનું સોલ્યુશન પ્રેક્ટિસ કરાવી એનાથી વિદ્યાર્થીઓનું વ્યક્તિ ગત પરિણામ તો સુધર્યું જ.જેના કારણે વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ વધી. એક મોટો આત્મવિશ્વાસ પણ આવ્યો સાથે સાથે વિદ્યાર્થીઓના હસ્તાક્ષર પણ સુધર્યાં.સાથે સાથે શાળાનું અને જિલ્લાના પરિણામમાં નોંધપાત્ર વધારો પણ થયો.
૨૦૨૧ થી ૨૦૨૫ સુધીમાં છેલ્લા ૪ વર્ષમાં ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામમાં ૩૦ નો નોંધપાત્ર વધારો થયો.આ પરિણામથી આચાર્ય અને શિક્ષકો પણ ખુશ થયા.આજે સુંદર પરિણામ લાવવામાં પોતાના શિક્ષણ સેવા અભિગમના નવતર પ્રયોગની સફળતાથી હેમંતભાઈ પોતે પણ ખુશ છે અને શિક્ષણ સેવાનો આ યજ્ઞ આગળ પણ ચાલુ રાખવાનો નિર્ધાર હેમંત વસાવાએ કર્યો છે.
ત્યારે હેમંત વસાવા એક આદિવાસી અધિકારી થઈને પોતાના સમાજના વિદ્યાર્થી ઓ આગળ આવે તે માટે આવાં બીજા અનેક હેમંત વસાવ જેવા માનવતા વાદી અધિકારીઓ આગળ આવે તો સમાજ સાચા અર્થમાં ચોક્કસ પ્રગતિ કરી શકે.આજે નર્મદાના હેમંત વસાવા અન્ય અધિકારીઓ અને અન્ય સમાજ માટે પણ પ્રેરણા સ્ત્રો ત બન્યા છે.શિક્ષણ સેવા યજ્ઞમાં નિશ્વાર્થ ભાવે ખિસકોલી કર્મ કરવા માટે પણ હેમંત ભાઈ ચોક્કસ અભિનંદનના અધિકારી બને છે.એકલો અધિકારી ધારે તો પોતાના સમાજ માટે શું ન કરી શકે એ હેમંત વસાવાએ સાબિત કરી આપ્યું છે.







