જંબુસરના મંગણાદ ગામે “આનંદઘર” વૃદ્ધાશ્રમનો શુભારંભ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

વડોદરા સ્થિત ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક લતા પરમાર દ્વારા આશરે પાંચ વર્ષથી શૈક્ષણિક, સામાજિક,આરોગ્યલક્ષી સહિત ના સેવા કાર્યો કરવામાં આવે છે.આ સેવા કાર્યો દરમ્યાન તેમને અંતર સ્ફુરણા થતા વડીલો માટે ઘરનું ઘર વૃદ્ધાશ્રમ શરૂ કરવા માટે વિચાર આવ્યો હતો અને તે વિચારને તાદ્રશ્ય કરતા જંબુસર તાલુકાના માગણાદ ગામે આનંદઘર વૃદ્ધાશ્રમ નો પ્રારંભ કરાયો હતો.વડોદરાના “ચેમ્પ એજયુયકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના વરદ હસ્તે આનંદ ઘર વૃદ્ધાશ્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જીવનના અંતિમ તબક્કા વૃદ્ધા અવસ્થા તરફ ઢળતા વૃઘો-વડીલોમાટે આશ્રયનો ઘટાદાર વડલો એટલે મંગણાદ નવનિર્મિત આનંદઘર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના ઉત્સાહી અને વિશેષ આત્મબળ ધરવાતા સ્ત્રી શક્તિનું ઉત્તમ ઉદારહરણ પુરું પાડતા લતાબેન પરમાર દ્વારા રણમાં મીઠી વીરડી સામાન ૩૦ થી ૩૫ વૃધો વસવાટ કરી જીવનની અંતિમ ક્ષણોને ધન્ય બનાવી શકે એવી અલાયદી સુવિધા ઉભી કરી માનવતાના પુષ્પો મહેકાવવામાં આવ્યા છે.

આ ભવ્યાતિભવ્ય પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીજી,તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, સહિત અગ્રણીઓ, ગામના સરપંચ,પંચાયત સભ્યો,ગામના આગેવાન ઉપસ્થિત રહી પોગ્રામની શોભા વધારી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!