ભરૂચ પાલિકા અને ફૂડ વિભાગ દ્વારા શકિતનાથ વિસ્તારમાં વિવિધ ખાણી પીણીના સ્ટોલ અને લારીઓ પર ચેકીંગ

SHARE:

– વાપરવામાં આવતી ખાદ્ય સામગ્રીઓ,યોગ્ય સાફ સફાઈ,કચરાનો યોગ્ય નિકાલ,ફૂડ આરોગ્યપ્રદ છે કે નહીં તેની પણ ચકાસણી હાથ ધરાઈ

ભરૂચ,

ભરૂચ નગર સેવા સદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સહિત સાફ સફાઈ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ નગર સેવા સદન તેમજ ફૂડ વિભાગ દ્વારા આજરોજ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ખાણીપીણીની દુકાનો તેમજ લારીઓ પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરાયું હતું. ખાણીપીણીની લારીઓ પર સાફ સફાઈ રાખવામાં આવે છે કે કેમ કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સહિતની ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂર જણાયે  સૂચના પણ આપવામાં આવી હતી.કેટલીક વખત ખાણીપીણીની લારીઓ પર અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે જેનાથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે ત્યારે નગર સેવા સદન અને ફૂડ વિભાગ દ્વારા આ પ્રમાણે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.આ પ્રક્રિયામાં ફૂડ વિભાગના એન આર રાઠવા,ફૂડ ઓફિસર નિકિતા પટેલ,નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તેમજ કર્મચારીઓ જોડાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!