આમોદ નગરપાલિકામાં માહીતી માંગતા અધિકારીનું અરજદારો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન

SHARE:

– આમોદ પાલિકાના પારદર્શક વહીવટ સામે ગંભીર સવાલો

ભરૂચ,

આમોદના દરબાર ટેકરા ખાતે રહેતા એક નાગરિકે આમોદ પાલિકા પાસે તારીખ ૧૬-૦૯-૨૦૨૫ના રોજ માહિતી અધિકાર કાયદા અંતર્ગત માહિતી માંગી હતી.જે બાબતે તેઓને બે મહિના વિતવા છતાં માહિતી નહીં મળતા મુખ્ય અધિકારીને મળતા મુખ્ય અધિકારીએ તેઓની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.જેથી આમોદ પાલિકાના પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા થયા હતા.

આમોદ નગરના દરબાર ટેકરા ખાતે રહેતા સાજીદ ઈલ્યાસ પટેલે ગત તારીખ ૧૬-૦૯-૨૦૨૫ના રોજ માહિતી અધિકાર કાયદા અંતર્ગત આમોદ નગરપાલિકામાં આવેલી વેરા વસૂલાત, શોપિંગ સેન્ટરની પરવાનગી, ગટર કનેક્શન, આમોદ શોપિંગ સેન્ટર ઉપર લાગેલી સોલાર સિસ્ટમ, મલ્લા તળાવ પાસે બનતા શોપિંગ સેન્ટરની પરમિશન વિગેરે વિશે માહિતી માંગી હતી.પરંતુ બે મહિના વિતવા છતાં અરજદારને માહિતી નહીં મળતા અરજદાર સાજીદ પટેલ પાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરવા ગયો હતો. જ્યાં અધિકારીએ તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી તેઓને આગળ અપીલ કરવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.મુખ્ય અધિકારીના આવા જવાબથી ગુજરાત  સરકારના પારદર્શક વહીવટ અને મુખ્ય  અધિકારીની જવાબદારી બંને ઉપર સવાલો ઊભા થયા છે.આમોદ નગર પાલિકાના  મુખ્ય અધિકારીના આવા મનસ્વી વહીવટ સામે નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!