– લોકડાયરામાં સંસ્કૃતિ, સંગીત અને સમાજપ્રતિ પ્રતિબદ્ધતા સાથે યુવાનોમાં વ્યસનમુક્તિનો પ્રેરક સંદેશો આપ્યો
(જ્યોતિ જગતાપ, રાજપીપલા)
રાજપીપલા શહેરમાં ત્રણ પેઢીથી નગરપાલિકામાં શાસન અને લોકસેવા સાથે જોડાયેલો ગોહિલ પરિવાર હંમેશાની જેમ આ વર્ષે પણ એક અનોખું સાંસ્કૃતિક અને સામાજિક આયોજન લઈને આવ્યા.જેમાં સ્વ.અલ્કેશસિંહ ગોહિલ સેવા ટ્રસ્ટ દ્વારા કાઠિયાવાડના પ્રસિદ્ધ લોકડાયરા કલાકાર દેવાયત ખાવડનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો.આ લોકડાયરામાં સંસ્કૃતિ, સંગીત અને સમાજપ્રતિ પ્રતિબદ્ધતા સાથે યુવાનોમાં વ્યસનમુક્તિનો પ્રેરક સંદેશો આપવામાં આવ્યો હતો.દેવાયત ખાવડના સુખદ સ્વર, સકારાત્મક વિચારો અને ગ્રામીણ સંગીતના રંગે સમગ્ર સભા મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જેમાં હજારો સંખ્યામાં આવેલ લોકોડાયરો સાંભળ્યો હતો.ખાસ કરીને યુવાનોને વ્યસનોથી દૂર રહી જીવનને ઉન્નત બનાવવાનો શક્તિશાળી સંદેશો સૌએ વધાવ્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.તેમણે સ્વ.અલ્કેશસિંહ ગોહિલની સેવાભાવની પરંપરાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે સામાજિક સુધારણા અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા કાર્યક્રમોની જરૂરિયાત છે.ગોહિલ પરિવારની જનસેવાની પરંપરા અને શહેરના વિકાસ માટેના યોગદાનની પ્રશંસા પણ કરી.રાજપીપળા શહેરના મોટી સંખ્યામાં રહીશો, મહાનુભાવો,યુવાનો અને મહિલા વર્ગએ ઉત્સાહભેર હાજરી આપી લોકડાયરાનો આનંદ માણ્યો. કાર્યક્રમને સફળ બનાવવા ગોહિલ પરિવાર અને સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતુ.




