best news portal development company in india

ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં ધાબળા,જુના કપડા અને વાસણનું વિતરણ કરાયું

SHARE:

ભરૂચ,

ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા દર વર્ષે શિયાળાની શરૂવાતમાં ભરૂચથી દૂર અંતરિયાળ ગામોનું સર્વે કર્યાં પછી ધાબળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે.આ વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ ગામો શીશા, મોહબી, માલ, પાનખલા, સગાઈ, સામોટ, કોકટી ગામોમાં તથા ડેડીયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકોને, નર્મદા પરિક્રમાવાસીઓ મળી કુલ ૪૦૦૦ નંગ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.સાથે સાથે ૧.૦ ટન જેટલા જુના કપડાં અને વાસણો સંસ્થાને ભરૂચવાસીઓ દ્વારા પ્રાપ્ત ઠગ તે ભેગા કરવામાં આવ્યા અને તે અંતરિયાળ ગામો માં રહેતા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર ધાબળા અને કપડા વિતરણની કાર્યક્રમમાં સેવાયજ્ઞના હેમંતભાઈ પંચાલ, ઉત્સવ પટેલ, ભાવિનીબેન ભટ્ટ, એકતાબેન પટેલ અને હેતલબેન પરીખ એ સેવા આપી સફર બનાવ્યો હતો.j

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!