(વિજય વસાવા,નેત્રંગ)
સરકારી વિનયન અને વાણિજય કોલેજ નેત્રંગના સભાખંડ ખાતે ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અજયકુમાર મીણા અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલની અધ્યક્ષતામાં સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ ૩૭ ઉમેદવારોનો સત્કાર સમારોહ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સફળ ઉમેદવારોનું સન્માન કરી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી અન્યોને પણ પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં આલમઝર ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય મનમોહનસિંહ યાદવ,નેત્રંગ કોલેજના આચાર્ય ડો.જી.આર.પરમાર સહિત અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




