ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન. આર.ધાંધલનો વિદાય સમારંભ યોજાયો

SHARE:

– ગાંધીનગર ખાતે રાજ્યમંત્રીના અંગત સચિવ તરીકે નવી જવાબદારી સોંપાઈ

ભરૂચ,

ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલની રાજ્ય સરકાર દ્વારા બદલી થતાં, ગતરોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો.આ પ્રસંગે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ એન.આર.ધાંધલના જિલ્લામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી અને તેમની નવી નિમણૂક માટે શુભકામનાઓ પાઠવી હતી.

સમારંભમાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટરો, મામલતદારો તથા જિલ્લા સેવાસદનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સૌએ તેમને સ્મરણિય અને સન્માનસભર વિદાય આપી હતી.

ભરૂચ જિલ્લામાં ત્રણ વર્ષના સેવાકાળ દરમ્યાન તેઓએ નોંધપાત્ર કામગીરી કરી હતી. એન.આર.ધાંધલની તા. ૧૭/૦૮/૨૦૨૨ના રોજ ભરૂચ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.દરમ્યાન જિલ્લામાં વિવિધ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતા તેમણે અનેક વિકાસ કાર્યોને પ્રોત્સાહિત કર્યા.

હોદ્દાની રૂએ બૌડાના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની ફરજ બજાવતા તેમણે ભરૂચ શહેર માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું સુચારુ આયોજન અને અમલીકરણ કર્યું હતું.જેને કારણે શહેરને ગુણાત્મક વિકાસની દિશામાં આગળ વધારવામાં મદદ મળી હતી.

એન.આર. ધાંધલ ૯/૧૨/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લા માંથી વિદાય લઈ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના કાર્યાલયમાં અંગત સચિવ તરીકે નવી જવાબદારી સંભાળશે. જિલ્લા વહીવટીતંત્ર,અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની નવી ભૂમિકામાં સફળતા પ્રાપ્તિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!