ભરૂચ,
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના ૧૪૬ દુકાનદારો અને લારી ધારકોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા અંગે, દુકાનમાં ફરજીયાત ડસ્ટબિન રાખવા બાબતે તેમજ ૧૨૦ માઈક્રોનથી પાતળી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અંગેની નોટીસ આપવામાં આવી હતી.
અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયા,સેનેટરી ઈન્સ્પેકટર રઘુવિરસિંહ મહીડાની હાજરીમાં સેનીટેશન સુપરવાઈઝરોની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારના દુકાનદારો,લારી ધારકો,પાથરણા વાળાઓને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ – ૧૯૬૩ ની કલમ ૧૯૨ હેઠળ કુલ ૧૪૬ ઈસમોને નોટીશ આપવામાં આવી હતી.જેમાં અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના ભરૂચીનાકા થી એશીયાડ નગર સુધીના મેઈન રોડ આવેલ દુકાનો તેમજ ચૌટાનાકાથી ગડખોલ જતા ઓવરબ્રિજ સુધીના રોડ ઉપર આવેલ દુકાનદારોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા અંગે, દુકાનમાં ફરજીયાત ડસ્ટબિન રાખવા બાબતે તેમજ ૧૨૦ માઈક્રોનથી પાતળી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અંગે રૂબરૂમાં સ્થળ ઉપર જઈને તાકીદ કરવામાં આવી હતી.જો આ નોટીસ આપ્યા બાદ પણ દુકાનદારો કે લારીધારકો દ્વારા આપેલ સુચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો નગરપાલિકાના સેનીટેશન સુપરવાઈઝર દ્વારા સ્થળ ઉપર દંડ વસુલ કરવામાં આવનાર છે.







