best news portal development company in india

મહંત સ્વામી મહારાજના ૯૨માં જન્મજયંતિ મહોત્સવના ઉપક્રમે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે વિશિષ્ટ સભા યોજાઈ

SHARE:

– મોટીવેશનલ સ્પીકર અને આંતરરાષ્ટ્રીય વકતા સંત પૂ.ડો.જ્ઞાનવત્સલ સ્વામીએ અલૌકિક શૈલીમાં પવિત્રતા, પારિવારિક મૂલ્યોનું સંવર્ધન અને ભગવાન પ્રત્યેની શ્રધ્ધા ભકિતની વાતો સમજાવી
(સંજય પટેલ,જંબુસર)
મોટીવેશનલ સ્પીકર અને આંતરરાષ્ટ્રીય વકતા સંત પૂ.ડો.જ્ઞાનવત્સલ સ્વામીએ મહંત સ્વામી મહારાજના ૯૨માં જન્મજયંતિ મહોત્સવના ઉપક્રમે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે યોજાયેલી વિશિષ્ટ સભામાં પોતાની અલૌકિક શૈલીમાં પવિત્રતા, પારિવારિક મૂલ્યો અને ભગવાન પ્રત્યેની શ્રધ્ધા ભકિતની વાતો સમજાવી જીવનમાં રોજ નિત્ય બનતી રહે તેવા પ્રયત્નો કરી જીવન ઉન્નત બનાવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ આર્શીવચન પાઠવતા ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક ગ્રંથ વચનામૃત અને શિક્ષાપત્રી મુજબ મનુષ્યએ જીવન કેવી રીતે જીવવું તેની સાચી સમજણ આપી હતી.તેમણે ઉમેર્યું હતું કે જીવનમાં નિયમન હોવું જોઈએ, નિયમ ધર્મ સાથે હોવું જોઈએ, સામાજિક વ્યવસ્થા કાયદા કાનૂન આધિન રહેવું જોઇએ.દરેક રમત ગમતમાં નિયમ જોઈએ.દરેક નાના-મોટા બિઝનેશમાં નિયમ છે.નિયમ મુજબ રમતમાં આનંદ છે એમ જીવનમાં નિયમ મુજબ જીવીએ તો આનંદ આવે.
પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ કહયું કે આપણા શાસ્ત્રોમાં નિયમો મૂકયા છે કોઈપણ વ્યવસ્થામાં કે કોઈપણ ધંધામાં નિયમ હોવો જોઈએ,જીવન પણ નિયમ પ્રમાણે ચાલવું જોઈએ.તેમણે પ્રથમ નિયમ પવિત્રતાની વિસ્તૃત વાતો જણાવી જીવનમાં વ્યસન ન હોવું જોઈએ તેવી શીખ આપી હતી.ભારતમાં તમાકુના કેન્સરથી દર કલાકે ૮૨ લોકો મૃત્યુ પામે છે અને દર મિનિટે ત્રણ લોકો મૃત્યુ પામે છે.વ્યસનથી આપણે આપણા પરિવાર સાથે દગો કરીએ છીએ.પ્રયત્નથી ગમે તેવા અઠંગ વ્યસન ત્યાગ થઈ શકે છે.વ્યસન મુક્તિથી આર્થિક અને સામાજિક લાભ થશે.પ્રાર્થના સાથે પુરુષાર્થથી વ્યસન મુક્ત થવાશે. ૨૦૧૬માં સુરત જન્મ જયંતી ઉત્સવ હતો અરવિંદ બબલ રોજના ૫૦થી વધુ સિગારેટ પીવાની આદતવાળા અરવિંદભાઈએ મહંત સ્વામીના પ્રથમ દર્શનથી વ્યસન મૂક્યું.અને પોતાના સંપર્કમાં આવનારને પણ વ્યસન મુક્ત કર્યા.આ વેળાએ તેમણે વ્યસનમુકિત કાર્યોની પ્રેરક વાતો અનેક દાખલાઓ સાથે સમજાવી હતી.
પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ બીજો નિયમ પારિવારિક મૂલ્યોનું સંવર્ધન કરવું, ગુરૂ હરિ મહંત સ્વામીએ ધણી વખત કહયું છે જેમાં સંપીને-સમજીને સાથે રહીશું તો સુખી થઈશું. પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છીએ તો અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું તેમ જણાવી ૨૦૨૫માં ઇન્દોરમાં છેલ્લા ૪૦ દિવસમાં ૧૫૦ લગ્નો છૂટા પડ્યાં છે.એમાંથી ઘણા લગ્નો લગ્નના થોડા કલાકો થોડા દિવસ પહેલા લગ્ન તૂટ્યા. સાંપ્રત સમયમાં લગ્ન જીવનમાં થઈ રહેલા ભંગાણની વિસ્તૃત વાતો સમજાવી પહેલા દહેજના કારણે લગ્ન તૂટતા હતા હવે સોશિયલ મીડિયાના અવિવેકથી સામાજિક પ્રશ્નો આવે છે.પૃથ્વી ગોળ છે એટલે ગમે ગમે તેવા ખોટા કાર્યો જાહેર થાય છે.સંબંધોમાં શ્રેષ્ઠ વફાદારી હોવી જોઇએ તેમ જણાવી પારિવારિક મૂલ્યોમાં સંબંધો સાથે રહેવાની દ્રઢતા સમજાવી હતી. તેમણે એમ પણ કહયું હતું કે અંધારામાં એકલા પણ ખોટું કાર્ય કર્યું હશે તે જયારે સૂર્યોદય થશે ત્યારે પ્રોત પ્રકાશશે.ખોટું લાબુ ચાલતું નથી.સંબંધોમાં મળવું,ધસાવવું,અનુકૂળ થવું અને મનગમતું મુકવું તેમ જણાવી નિતિમત્તા વફાદારી અને પ્રમાણિકતાથી જીવન જીવવાની શીખ આપી હતી.
પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ ત્રીજો નિયમ ભગવાન પ્રત્યેની શ્રધ્ધા ભકિતની વાતો દેશ-વિદેશના અનેક દ્રષ્ટાંતો સાથે સમજાવી હતી.જીવનમાં શ્રધ્ધા અને ભકિત દ્રઢ કરવા સાથે ભગવાન પ્રત્યેની ભકિત એજ જીવનનો ધ્યેય હોવો જોઈએ, ચોવીસ કલાકમાં એક કલાક ભગવાનની ભકિતમાં આપવો જોઈએ.તેમણે ભગવાનના મંદિર દર્શન અને નામ સ્મરણથી અનેક પ્રકારના ફાયદા થાય છે.સંતના દર્શનથી પણ અનેક પ્રકારના લાભ થાય છે અને જીવન ધન્ય બને છે.નામ સ્મરણથી વિલ પાવર વધે છે,યાદ શક્તિ વધે,દુઃખ સહન કરવાની તાકાત વધે,રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજના સાધુતાએ વિશ્વમાં ૧૩૦૦ મંદિર પરિસરનો સફળતાપૂર્વક નિર્માણ કર્યું.દરેક વ્યક્તિ પોતાની મહેનતથી ભાગ્યથી જીવે છે.પ્રમુખસ્વામી મહારાજ સાડા ત્રણ લાખ ઘરે પહોંચ્યા, વ્યક્તિગત પ્રશ્નોના સમાધાન આપ્યું મહંત સ્વામી મહારાજ કહે છે જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ કરવી.અંતમાં પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ બીજી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વડોદરાના આંગણે મહંત સ્વામી મહારાજના ૯૨માં જન્મજયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે તો આ ઉજવણીમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને પધારવા આમંત્રણ આપ્યું હતું.પ્રારંભે તૂટે હદય-તૂટે ધર સંવાદ સૌએ નિહાળયો હતો. આ વેળાએ સત્સંગ દિક્ષા ગ્રંથના ૩૧૫ શ્લોક સંસ્કૃતમાં મોઢે કરનાર બાળ-બાલિકાઓનું સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું.જંબુસરના યુવકો દ્વારા ૯રમી જન્મજયંતિ નિમિત્તે આમંત્રણ આપતું સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું.આ વિશિષ્ટ સભામાં પૂ.જ્ઞાનવીરસ્વામી, યશોનિલય સ્વામી,બ્રહમ નિલય સ્વામી, યજ્ઞજીવન સ્વામી,શુભચરિત્ર સ્વામી,શ્રીજી વંદન સ્વામી સહિત જંબુસર શહેર અને તાલુકાના આગેવાન પદાધિકારીઓ, અધિકારીઓ, વડીલ સત્સંગી ભાઈઓ,યુવકો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.અંતમાં આભારવિધિ પૂ.જ્ઞાનવીર સ્વામીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પૂ.જ્ઞાનવીર સ્વામીના સાંનિધ્યમાં જંબુસર પંથકના સત્સંગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!