best news portal development company in india

વડોદરાના માંજલપુર અંબે સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

SHARE:

સૌજન્ય,

વડોદરા માંજલપુર ખાતે આવેલ અંબે સ્કૂલ ખાતે જીએસઈબી તથા સીબીએસસી બોર્ડના ધોરણ ૬ થી ૧૧ નું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૯૦ જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

વડોદરાની નામાંકિત અંબે સ્કૂલ જે ૨૧ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી છે ચેરમેન અમિતભાઈ શાહ અને તેમની ટીમ બાળકોના ઉજવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે.જ્યાં વખતો વખત વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શિક્ષણ સાથે સહ અભ્યાસીક પ્રવૃત્તિઓ થતી હોય છે.આજરોજ અંબે સ્કૂલ ખાતે જીએસઈબી તથા સીબીએસસી બોર્ડના ધોરણ ૬ થી ૧૧ નું વિજ્ઞાન પ્રદર્શન એમ.એસ.યુ  ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર દિપકભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.સદર વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ ૯૦ જેટલી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં શાળા સ્ટાફ ગણ અને વાલી મિત્રોનો સુંદર સહકાર સાંપળ્યો હતો.આ કાર્યક્રમ થકી બાળકોની સુશુપ્ત શક્તિઓ જાગૃત થાય અને વૈજ્ઞાનિક વૈચારિક શક્તિમાં પણ વધારો થાય છે. તથા વિદ્યાર્થીઓ માટે શાળામાંથી મેળવેલ જ્ઞાન દર્શાવવાની એક શ્રેષ્ઠ તક મળે છે.આ પ્રસંગે આચાર્ય મનીષા સિંહાએ જણાવ્યું હતું કે આખું વર્ષ સાયન્સ અને ટેકનોલોજી પર છે.વિજ્ઞાન પ્રદર્શન નવી ટેકનોલોજી, ગ્રીન એનર્જી,સહિતના અલગ અલગ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.આપણું સંપૂર્ણ જીવન પણ એક વિજ્ઞાન પ્રોજેક્ટની જેમ હોવું જોઈએ,જીવનમાં દરેક સમસ્યાનો આસાનીથી નિકાલ થઈ શકે.અંબે સ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વાલી મિત્રો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!