મનરેગા યોજનાનું બદલીને ભાજપાના જી રામજી નામ સામે નર્મદા કોંગ્રેસનો વિરોધ અને ધરણા પ્રદર્શન

SHARE:

– મનરેગાનું નામ બદલીને  ભાજપે ગાંધીજીનું અપમાન કર્યું છે : જિલ્લા પ્રમુખ રણજીત તડવી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીત તડવીની આગેવાની માં “મનરેગા યોજના”નું બદલીને ભાજપાના “જી રામજી “નામ સામે નર્મદા કોંગ્રેસે વિરોધ કરી ધરણા પ્રદર્શન ગાંઘી ચોક રાજપીપલા ખાતે કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રણજીતસિંહ તડવીએ જણાવ્યું હતું કે ૨૦૦૫ માં કોંગ્રેસના વખતમાં અમલી બનેલી ‘મનરેગા’યોજનાનું નામ બદલીને ભાજપ સરકારે  વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન”ની ગેરંટીરૂપ “વિબી જી રામજી “યોજનાના રાખ્યું છે.એ નામનો નર્મદા કોંગ્રેસ સખત વિરોધ કરે છે.મનરેગા નામ બદલીને” જી રામજી” જે નામ રાખ્યું છે જે ખરેખર ગાંધીજીનું આપમાન છે.જેને નર્મદા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડી કાઢે છે.મનરેગા કોઈ સંસ્થા નથી પણ એક કાયદો છે.આ યોજના માં જયારે ફંડ આવે ત્યારે રોજગારી આપવાની હોય છે.ભાજપાના ૧૨૫ દિવસની રોજગારી સામે આ નામ બદલવાના વિરોધ માં એક દિવસીય પ્રતિક ઉપવાસ અને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આજે ગાંધી ચોક ખાતે રાખેલ હતો. જેમાંનર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવી (મહાકાળી), પુર્વ પ્રમુખ પ્રફુલ્લ પટેલ,ઉપ પ્રમુખ માલવ બારોટ સહીત તાલુકા પ્રમુખ,જીલ્લાના હોદ્દેદારો તાલુકાના પ્રમુખ,‌દરેક ફ્રન્ટલ પ્રમુખ,કોંગ્રેસના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!