– અચાનક બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે સુજ વાપરી બસ રેતી કપચીના ઢગલા ઉપર ચઢાવી : ૧૬ મુસાફરો તેમજ મહિલા કન્ડક્ટર સહિત ડ્રાઈવરનો આબાદ બચાવ
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા એસટી બસ આજે સવારે દરિયા ગામના રૂટ ઉપરથી પરત ઝઘડિયા એસટી ડેપો ફરતા તેને ઝઘડિયા અંબાજી મંદિર નજીક અકસ્માત નડ્યો હતો.ઝઘડિયા એસટી ડેપોમાં પરત ફરતી બસની અચાનક જ બ્રેક ફેલ થઈ હતી.ચાલકો પોતાની સુઝબુઝ વાપરી રોડની સાઈડમાં પડેલી રેતી અને કપચી ના ઢગલા ઉપર બસ ચઢાવી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો.આ અકસ્માતમાં રોડની સાઈડમાં ચાલતા એક બાળક સહિત બસમાં બેઠેલા ૧૬ જેટલા મુસાફરો અને મહિલા કન્ડક્ટર સહિત ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.
ઝઘડિયા એસટી બસનો વહિવટ દિવસે દિવસે બગડતો જતો જોવા મળી રહ્યો છે.એસટી ડેપોના મેનેજર દ્વારા મનમાની કરી મનસ્વી પણે નિર્ધારીત કરેલા રૂટ ને બદલે ગમે તે રૂટ ઉપર બસો દોડાવવામાં આવતી હોવાની ફરિયાદો મુસાફરો દ્વારા ઉઠી હતી. તો આજે ઝઘડિયા એસટી ડેપોની એસટી બસના યોગ્ય સમારકામ ના અભાવને કારણે દરિયા ગામથી પરત ઝઘડિયા એસટી ડેપો પર પરત ફરતી બસ બ્રેક ફેલ થઈ હતી.જો કે બસ ડ્રાઈવર ની સુજબુઝ થી મોટી જાનહાની ટળી હતી.
ઝઘડિયા સ્ટેશન રોડ ઉપર અંબાજી માતાજીના મંદિરની બાજુમાં ભાવના માતાજીના મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે અને આ નિર્માણ કામગીરી ને કારણે જીવલેણ અકસ્માત ટળ્યો હતો. ડેપોમાં પરત ફરતી બસની સમારકામ ના અભાવે અચાનક જ બ્રેક ફેલ થઈ હતી.ચાલકે રોડની સાઈડમાં પડેલા રેતી અને કપચીના મોટા ઢગલા ઉપર બસ ચઢાવી દેતા બસની ગતિ ધીમી પડતા અને બસ પલ્ટી ખાઈ જતા બચી જતા મોટો અકસ્માત ટળ્યો હતો.




