નર્મદા સાહિત્ય સંગમ ના સાત જેટલાં શિક્ષકોને ગુજરાત સારવત સન્માન ૨૦૨૬ નો એવોર્ડ એનાયત થયો

SHARE:

– ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે નો એવોર્ડ, ટ્રોફી, મેડલ અને ખેસ પહેરાવી  સન્માન કરવામાં આવ્યું 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

૨૦૨૬ ના નૂતન વર્ષે નર્મદા જિલ્લામાંથી નર્મદા સાહિત્ય સંગમ ના સાત જેટલાં શિક્ષકોને ૧૧  જાન્યુઆરીના રોજ પાલનપુર ખાતે મહાનુભવોના વરદ હસ્તે ગુજરાત સારવત સન્માન ૨૦૨૬ નો ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેનો એવોર્ડ, ટ્રોફી, મેડલ અને ખેસ પહેરાવી  સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ,બોરીદ્રા પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા,નમીતા બેન મકવાણા પ્રાથ. શાળા રાણીપરાના મુખ્ય શિક્ષિકા, ચેતન પટેલ વિરપોર સીઆરસી કોઓર્ડીનેટર,સોનલબેન ચૌધરી અને મોનાબેન વસાવા,નાના લીમટવાડા પ્રાથમિક શાળા, સોનલબેન પંચાલ વાગડીયા,પ્રાથમિક શાળાને આ એવોર્ડ એનાયત કરાતા નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ સહીત સદસ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

શિક્ષક મૂલ્યનિષ્ઠ અને નવીન અભિગમથી સમર્પણ ભાવે કાર્ય કરે છે, તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નો કરે છે, તે સાચું શિક્ષકત્વ છે અને પ્રશંસનીય છે.શિક્ષકની કામગીરી સંસ્કાર,સંવેદના,શિસ્ત,સર્જનાત્મકતા અને માનવીય મૂલ્યોના સંચાર દ્વારા સમાજને દિશા આપનારી હોય છે.તેના વિચારો,કાર્યશૈલી અને વ્યક્તિત્વ અનેક વિધાર્થીઓ,શિક્ષકો અને સમાજને પ્રેરણા આપે છે. આ યશસ્વી કામગીરી માટે નર્મદા જિલ્લાનું અને નર્મદા સાહિત્ય સંગમનું ગૌરવ વધારતા આનંદ અને ગૌરવ ની લાગણી અનુભવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!