– 2500 થી વધુ દર્દીઓએ લાભ લીધો : ચામડીના રોગ, નાક-કાન, ફ્રી ડાયાબીટીસ ચેક-અપ આંખોની તપાસ, સ્ત્રીના રોગ, બાળકોના રોગ, દાંતના રોગો, હાડકાના રોગના દર્દીઓ ને તપાસી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં ધારીખેડા ખાતે એક માત્ર સુગર ફેકટરી આવેલી છે. જે ભરૂચ નર્મદાનાં ખેડૂતોની જીવાદોરી ગણાય છે.આ ફેકટરીમાં 3000 કરતા વધુ શ્રમિકો કામ કરે છે.એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમને કોઈ પણ જાતની બીમારી કે શારીરિક તકલીફ હોય તો તે દૂર કરવા માટે ખાસ ધ્ સુગર ફેકટરી દ્વારા વિના મુલ્યે ફ્રી સર્વરોગ નિદાન મેડિકલ ચેકપ કેમ્પ યોજાયો હતો.
આ મેડિકલ કેમ્પમાં ગુજરાતના અને વિદેશનાં અમેરિકાથી નિષ્ણાત ડોક્ટરો પણ આવ્યા હતા.ખાસ કરીને અહીં મજૂરી કામ કરતા શ્રમિકો અને સુગર સ્ટાફ અને આજુબાજુના ગામ ના લગભગ 2500 લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો.જેમાં ચામડીના રોગ, નાક-કાન, ફ્રી ડાયાબીટીસ ચેક-અપ આંખોની તપાસ, સ્ત્રીના રોગ,બાળકોના રોગ, દાંતના રોગો, હાડકાના રોગના દર્દીઓ ને તપાસી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. ઉપરાંત ઇસીજી, સુગર તથા બીપીની તપસા નિઃશુલ્ક કરવામાં આવી હતી.ખાસ અહીં આવતા શ્રમિકોને સિકલસેલ, એનિમિયા અને કરમિયાથી પીડાતા રોગ વાળા અને આંખનાં ચશ્માવાળા દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા.જોકે તમામ રોગોના દર્દીને વિના મુલ્યે તપાસી વધુ ગંભીર બીમારી વાળા દર્દીને વડોદરા ખાતે ધીરજ હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને આ તમામ દર્દીઓને મફત સારવાર આપવામાં આવી રહી છે.




