– કોલીવાડા ગામેથી ત્રણ મિત્રો નેત્રંગ વાળ કપાવવાં આવ્યા હતા તે દરમ્યાન બની ઘટના
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ-રાજપારડી રોડ પર એક ઈકો ચાલકે રોગસાઇટ હંકારી જઈ સામેથી આવતા બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક ૨૨ વર્ષિય યુવાન નું ધટના સ્થળે જ મોત જયારે અન્ય બે યુવાનનો રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ
નેત્રંગ-રાજપારડી રોડ પર વરધીયા ડુંગર થી અંદર આવેલ કોલીવવડા ગામના ખાડી ફળીયામાં રહેતા ગણપતભાઈ પરથમભાઈ વસાવાનો મોટો પુત્ર નિલેશભાઈ ગણપતભાઈ વસાવા ઉ.વ.૨૨ કે જે ઝગડીયા ખાતે આવેલ જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં નોકરી કરતો હોય જે તા.૧૯ ના રોજ નોકરી પરત થી પરત આવ્યા બાદ સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના પિતાની મોટરસાયકલ નંબર જીજે-૧૬- બીએલ-૭૭૧૯ લઈને તેના બે મિત્રો અજયભાઈ કાંતિભાઈ વસાવા તેમજ સુમિતભાઈ વિકમભાઈ ઉર્ફે સુરેશ વસાવા નાઓ સાથે કોલીવાડાથી નેત્રંગ બજારમાં વાળ કપાવવા આવેલ જેવો વાળ કપાવી ઘરે કોલીવાડ પરત જઇ રહ્યા હતા.ત્યારે સાત થી સડાસાતના સમય ગાળા દરમ્યાન તેવો ભોટનગર અને કુરી ગામ વચ્ચે થી પસાર થઇ રહ્યા હતા.તેવા સમયે આંજોલી-કુરી ગામ તરફ થી આવી રહેલ ફોરવ્હીલર ઈકો ગાડી નંબર જીજે-૧૬-ડીજી-૭૧૩૪ નો ચાલક ગફલત ભરી રીતે રોંગસાઈટ હંકારી લાવી મોટરસાયકલ ચાલક ને અડફેટે લેતા મોટરસાયકલ પર સવાર ત્રણ યુવાનો પૈકી ચાલક નિલેશભાઈ વસાવાને ડાબી આંખે તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમજ જમણા પગની જાંધ થી નીચેના ભાગે ફેકચર તેમજ છુંદાઈ જતા તેનું ધટના સ્થળેજ મોત નિપજયુ હતુ.જ્યારે તેની સાથે સવાર અજયભાઈ કાંતિભાઈ ઉર્ફે દુધવાળા વસાવા ઉ.વ.૨૨ ને જમણા પગે ફેકચર તેમજ શરીર અન્ય ભાગોએ નાની મોટી ઇજાઓ થતા અને સુમિતભાઈ વિકમભાઈ વસાવા ઉ.વ.૧૫ ને જમણા હાથમાં ફેકચર તેમજ શરીર અન્ય ભાગોએ નાની મોટી ઈજાઓ થતા ૧૦૮ ઈમજન્સી સેવા થકી નેત્રંગ રેફરલ હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે જયાથી બંન્ને વધુ સારવાર અર્થે અંકલેશ્વર ખાતે આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે.અકસ્માત કરી ઈકો ફોરવ્હીલરનો ચાલક ફરાર થઈ ગયો હતો.અકસ્માત બનાવને લઈને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગણપતભાઈ પરથમભાઈ વસાવા ફરિયાદ લખાવતા નેત્રંગ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી ઈકો ચાલક સામે કરી હાથધરી હતી.




