(સંજય પટેલ,જંબુસર)
પાદરા તાલુકાનું માસરરોડ ગામ જ્યાં રણછોડરાયજી મંદિર તથા મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલ છે.જેની સાથે દંત કથા જોડાયેલી છે. અને ડાકોર જેટલું જ મહત્વ આ મંદિરનું પણ છે.ધર્મપ્રેમી જનતા ભાવિક ભક્તો પૂનમ ભરવા માસરરોડ ખાતે આવતાં હોય છે.આ મંદિરનું ખાતમુર્હુત પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીગણ અને ગ્રામજનોના સહકારથી જન્માષ્ટમી, હોળી,ધુળેટી, તુલસી વિવાહ સહિત વસંત પંચમીના ધાર્મિક કાર્યક્રમોની રંગેચ અંગે ઉજવણી કરવામાં આવે છે.તથા મહિલા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પ્રતિ વર્ષની જેમ ચાલુ સાલે વસંત પંચમીના દિને 50માં પાટોત્સવની રંગે ચંગે ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર હોય પાટોત્સવ નિમિત્તે તારીખ 22 – 1 – 2026 ના રોજ રાત્રે ભજન સત્સંગ ગીરીશભાઈ જોશી પુરાના સુરીલા કંઠે ભજનોની રમઝટ બોલાવવામાં આવશે.તથા તારીખ 23 – 1 – 26 ના રોજ સવારે જળયાત્રા વરઘોડો જેમાં 108 કુવારીકા દ્વારા જળયાત્રા, સ્થાપિત દેવાનો પૂજન અભિષેક, રણછોડરાયજી મંદિરની ધજાનો રતનસિંહ રાયસિંહ પરમાર તથા લક્ષ્મી માતાજી મંદિરની ધજાનો જેકીનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ લાભ લેશે.સદર કાર્યક્રમની શાસ્ત્રોકત વિધિ પ્રતિકુમાર પંડ્યા દ્વારા કરાવવામાં આવશે. ત્યારબાદ બપોરે
મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.તો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ધર્મ પ્રેમી જનતા લાભ લે તે માટે ટ્રસ્ટીગણ તથા પ્રમુખ નિરાંતભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.




