ભરૂચ,
ગુજરાત રાજયના વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા માંથી વહેતી નર્મદા નદીના કિનારે આવેલા ઘણાં ગામો, શહેરો અને કિનારાના તિર્થસ્થાનો પર નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને ત્રણેય જિલ્લાના લોકો નર્મદા કિનારે નર્મદા પુંજા, ઓમ,હવન, દુધાભિષેક, ચુંદરી અર્પણ અને દિવડા પ્રગટાવવાના જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરે છે અને માં નર્મદા જયંતિના પાવન અવસરની રાજયના ધર્મપ્રેમી લોકો દ્વારા ખુબજ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે.
નર્મદા નદીમાં હાલ પાણીના સ્તર ઘણાં નીચા/છીછરો છે અને નદીના વહેણમાં ઘણી જગ્યાએ બેટ નીકળી આવેલા છે,વળી ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી હોવાને કારણે નદીના ઘણા વિસ્તારોમાં બંન્ને કિનારે મોટા પ્રમાણમાં કાદવ પથરાય ગયેલો છે અને તેને તેને કારણે માં નર્મદા જયંતિ અવસરની ઉજવણી કરવામાં લોકોને ઘણી સમસ્યાઓ અને મોટી હાડમારી વેઠવાનો વારો આવે તેમ છે અને તેને લીધે નર્મદા કિનારાના ઘણાં વિસ્તારોમાં લોકોએ માં નર્મદા જયંતિની ઉજવણીથી વંચિત રહેવુ પડે તેમ છે.માં નર્મદા જયંતિના પાવન અવસરની ઉજવણી થઈ શકે તે માટે સરદાર સરોવર ડેમ માંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવુ અત્યંત આવશ્યક છે અને ગુજરાતની ધર્મ પ્રેમી જનતાને અને ગુજરાત રાજયમાં આવેલી ૧૬૨.કી.મી વહી રહેલી માતા નર્મદાને સરદાર સરોવર ડેમમાંથી પાણી આપવું એ લોકોનો અને માતા નર્મદાનો હકક છે અને તે થાય પણ કહેવાશે.
સરદાર સરોવર ડેમના ગોડબોલે ગેટ માંથી ડાઉનસ્ટ્રીમાં છુટી રહેલ માત્ર ૬૦૦ ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમમાં માત્ર ૧૫ કી.મીમાં સમાય જાય છે. ભરૂચ જિલ્લામાં દેખાઈ રહેલું નર્મદાનું પાણી માત્ર ભરતી-ઓટના વલોવણનું પાણી દેખાઈ રહેલું છે અને તેને લીધે કિનારાઓ પર કાદવ ફેલાયેલો છે.જેથી માછી સમાજ દ્વારા વિનંતી કરવામાં.આવી હતી કે ગોડબોલે ગેટમાંથી ૬૦૦ બદલે ૬૦૦૦૦-કયુસેક પાણી છોડી દેવામાં આવે! પરંતુ સરદાર સરોવર ડેમના રીવર બેડ પાવર હાઉસ ચાલુ કરીને તમામ ૬-ટર્બાઇનને શરૂ કરીને વિજળીનુ ઉત્પાદન શરૂ કરવામાં આવે, જે સરદાર સરોવર ડેમના મુખ્ય હેતુ માનો એક મુખ્ય ઉદ્દેશ છે અને નર્મદા નદીની ડાઉનસ્ટ્રીમાં માં નર્મદા જયંતિનો અવસર પર સચવાઈ જાય તેમ છે.સરદાર સરોવર ડેમથી નર્મદા સંગમ સુધી પાણી પહોંચવામાં ૧૨.કલાકથી વધુ સમય લાગે છે અને માં નર્મદા જયંતિના પાવન અવસરને માત્ર ૨ દિવસનો સમયગાળો બાકી છે અને અ ૨૨/૦૧/૨૦૨૬ ના રોજ શક્ય નહિ બને તો સરદાર સરોવર ડેમના રીવર બેડ હાઉસના ૬ ટર્બાઈનને શરૂ કરવામાં આવે તે જરૂરી છે અને જેથી કરીને નર્મદા નદીના બંન્ને કિનાર પાણી પહોંચી શકે અને નદી કિનારા પર પથરાયેલો કાદવ દૂર થઈ શકે અને ગુજરાત રાજયના, વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના માં નર્મદા ભકતો હર્ષોઉલ્લાસથી માતા નર્મદાની જન્મ જયંતિ ઉજવણી કરી શકે અને સમસ્યાને દૂર કરવાની રજૂઆત કરી હતી.




