નબીપુરમાં 77માં ગણતંત્ર પર્વની શાનદાર ઉજવણી : દેશભક્તિના માહોલમાં સંસ્થાઓમાં લહેરાયો તિરંગો

SHARE:

(સલીમ કડુજી,​નબીપુર)

ભારતભરમાં આજે 77માં ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ રાષ્ટ્રીય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.ગામની વિવિધ શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં નબીપુર કુમાર શાળા, કન્યા શાળા, હાઈસ્કૂલ, મિશન સ્કૂલ અને મદરસા સહિત નબીપુર પોલીસ સ્ટેશન તથા હોસ્પિટલ ખાતે ગરિમાપૂર્ણ રીતે તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી.

​આ પ્રસંગે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.ગ્રામજનો અને સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સમગ્ર નબીપુર પંથક દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.પ્રત્યેક સંસ્થામાં રાષ્ટ્રધ્વજને વંદન કરી રાષ્ટ્રગાન સાથે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવ્યા હતા.લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!