આમોદ,
૨૫ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ૧૬ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત આમોદ મામલતદારને શ્રેષ્ઠ સહાયક ચૂંટણી નોંધણી અધિકારી તરીકે પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.જેથી મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓમાં ગૌરવની લાગણી જોવા મળી હતી.
ભારતના ચૂંટણીપંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ કરવામાં આવી હતી.જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્પીપા સેકટર – ૨૬ ગાંધીનગર ખાતે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને ૧૬ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી એસ.આઈ.આર. કામગીરી અંતર્ગત મતદાર યાદીને વધુ સચોટ,પારદર્શક અને અપડેટ બનાવવાના ઉદ્દેશથી ઘર દીઠ સર્વે પૂર્ણ કરી સચોટ મતદાર યાદી બનાવવામાં આવી હતી. જે કામગીરીમાં આમોદ મામલતદાર ડૉ.મયુર વરિયાએ ઉત્તમ કામગીરી કરી હોય તેમને શ્રેષ્ઠ સહાયક ચૂંટણી નોંધણી અધિકારી તરીકે પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.




