(જ્યોતિ જ્ગતાપ) રાજપીપલા,
વિકસિત ભારત – જી રામ જી” જનજાગરણ અભિયાન અંતર્ગત નર્મદા અને ભરૂચ જિલ્લા કાર્યશાળામાં હાજરી આપી સાંસદે ડેડીયાપાડા ધારાસભ્ય સામે આકરા પ્રહારો કર્યા હતા.
સાંસદે જણાવ્યું કે નર્મદા જિલ્લાને ચૈતર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીએ ગુજરાત ભરમાં બદનામ કરી દીધો છે.ચૈતર એન્ડ કંપની બધાને ગેરમાર્ગે દોરે છે.બધાને અબબઅબબ… બોલાવે છે ને આદિવાસી ઓળખ આપે છે?!…અને કહે છે કે અબબ આદિવાસી ઓળખ છે!અને માજી સાંસદની પુત્રી રાઠવા બેન છે તે પણ આવું કહે છે!
ત્યારે હું બધી સભામાં બોલીશ કે ગામમાં લુખ્ખો હોય તે અબબ…કરે આપણા તાલુકાનો લુખ્ખો છે આ ધારાસભ્ય ગામમાં લુખ્ખો ડામિસ હોય તે જ અબબ કરે.પેલી બેન માજી સાંસદની છોકરી અબબ બોલાવી..સમાજને કઈ લઈ જવા લાગે છે…બધાએ બોલવું પડશે…નહિતર તે બધાને જ અબબ… કરાવશે.મનરેગા યોજનાની તપાસ અનેક જગ્યાએ અમારા ભાજપના નેતાઓએ માંગી હતી જેના કારણે તપાસ થઈ હતી.નાની મોટી કોઈ ભૂલ હોય તો જે બાબતે જવાબદારી સ્થાનિક ધારાસભ્યની પણ આવે.રેતી ખનન ખનીજના ફરિયાદ લેવાય છે દંડ આવે સરકારની આવકમાં વધારો થશે.પહેલા કોઈ તપાસ નથી થતી.આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા નર્મદા જિલ્લાને બદનામ કરી દીધો ભૂલ થાય તો તેને રોકવાની તેની જવાબદારી સૌની છે.સારી નોકરી મેળવવા મહેનત કરવી પડે છે.




