ભરૂચ,
ભરૂચ RTO કચેરી ખાતે સંકલ્પ ફાઉન્ડેશનના સહયોગથી CPR ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
અકસ્માત,પાણીમાં ડૂબી જવું,આગના ધુમાડાથી બેભાન થઈ જવું કે અન્ય કોઈપણ કારણસર વ્યક્તિ બેભાન થઈ ગયું હોય ત્યારે ઈમરજન્સી સેવા એમ્બ્યુલન્સ આવે તે પહેલા વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગેનો પ્રેક્ટિકલ CPR ટ્રેનિંગ નો કાર્યક્રમ RTO ભરૂચ કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં 60 થી વધુ RTO ના કર્મચારીઓ સહિત કચેરી ખાતે આવતા અરજદારોને CPR આપી દર્દીને જીવનદાન કેવી રીતે આપી શકાય તેનું સચોટ માર્ગદર્શન સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્રભાઈ પટેલે આપ્યું હતું.ઉપરોક્ત કાર્યક્રમમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી પી પી મોકાશી,એઆરટીઓ પંકજ પઢિયાર,સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી,CPR ની ટ્રેનિંગ આપનાર જીતેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહી માનવજીવનને વિકટ પરિસ્થિતિમાં બચાવવા માટે નિર્દોષ પ્રયાસ કરવા કટિબદ્ધ બન્યા હતા.






