“BNI ન્યૂઝ” માં આપનું સ્વાગત છે! www.bninews.in એ ભારતનું એક અગ્રણી અને સત્યવાદી સમાચાર પોર્ટલ છે, જે તેના વાચકોને સચોટ, વિશ્વસનીય અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે તમને દરેક ક્ષેત્રમાં નવીનતમ અપડેટ્સ અને તથ્યપૂર્ણ અહેવાલો પ્રદાન કરીએ છીએ, પછી ભલે તે ધર્મ હોય, રાજકારણ હોય, ગુના હોય, રમતગમત હોય, વિજ્ઞાન હોય, ટેકનોલોજી હોય, મનોરંજન હોય, આરોગ્ય હોય કે અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ હોય.
WhatsApp us
મનસુખ વસાવા વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરતા ઈસમની અટકાયત
BNI News
FOLLOW US:
SHARE:
– રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો સામે જમાઈ વિક્રાંત વસાવાએ ગુનો નોંધાયો હતો : અન્ય બે ઈસમો ફરાર
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળાના રહીશ અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ગુનો નોંધાયો હતો.જેમ એકની પોલીસે ધરપકડ કરી છે તો બેની શોધખોળ હજુ ચાલુ છે.
ગત ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપાએ વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી.આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે સોશ્યલ મીડિયામાં રીલ બનાવી વાયરલ કરી જે બાબતે સાંસદના જમાઈ વિક્રાંત વસાવાએ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે કેસમાં ત્રણ ઈન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે.જેમાં આઈડી ધારક લાલો નાગજી ડામોર, મનોજ પરમાર અને અજિત માવીનો સમાવેશ થાય છે.જેઓ સામે મનસુખ વસાવા બજેટ સત્રમાં હોવાથી એમના જમાઈએ ફરિયાદ નોંધાવતા ત્રણ માંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે.પોતાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં રીલ બનાવી આ ઈસમને ભારે પડી હતી.હાલ તો આ આરોપીને ઝડપી પાડી નર્મદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું વિરલ ચંદન DYSP નર્મદાએ જણાવ્યું હતું.
Author: BNI News
મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ ધનશેરા ચેક પોસ્ટ ખાતે નર્મદા પોલીસનું સઘન ચેકીંગ
નેત્રંગના કાકડકુઈ ખાતે 51 યુગલના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
ભરૂચ જિલ્લામાં પ્રથમ દીને ૧૨૦ જેટલા ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
નિલ રાવ અને સાંસદ વચ્ચે ઝઘડા બાબતે સાંસદ મનસુખ વસાવાએ કરી સ્પષ્ટતા
ઝઘડિયા જીઆઈડીસીની Metropolitan Eximchem કંપનીમાં પ્રોડકશન પ્લાન્ટમાં વિકરાળ આગ