આમોદના ઈખર ગામે કપાસના ખેતરમાં મહાકાય અજગર જોવા મળતા ગભરાટ ફેલાયો

SHARE:

– સ્થાનિક યુવાનોએ જાતે જ કપાસના ખેતર માંથી મહાકાય અજગરનું રેસ્ક્યું કર્યું
ભરૂચ,

આમોદ તાલુકાના ઈખર ગામમાં કપાસના ખેતરમાં મહાકાય અજગર જોવા મળતાં ગામમાં તેમજ મજૂરિયાત વર્ગમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.જે બાબતે ગામલોકોએ આમોદ વન વિભાગને જાણ કરી હતી અને સ્થાનિકોએ જાતે જ અજગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દીધો હતો.
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે કપાસના ખેતરમાં હાજર સ્થાનિક યુવાનોને કામકાજ દરમ્યાન અચાનક ઝાડીઓ વચ્ચે અજગર નજરે પડ્યો હતો. અજગર દેખાતાં તેઓએ તરત જ સતર્કતા દાખવી આસપાસના લોકોને દૂર રહેવા જણાવ્યું હતું ત્યાર બાદ વન વિભાગને જાણ કરી હતી અને સમય ગુમાવ્યા વગર સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.મહાકાય અજગર મળ્યાની વાત ગામમાં વાયુવેગે ફેલાતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં તેને જોવા માટે સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા.સ્થાનિક યુવાનોએ હિંમત અને સમજદારીથી અજગરનું રેસ્ક્યુ કરી આમોદ વન વિભાગને સુરક્ષિત આપી દીધો હતો.ત્યાર બાદ વન વિભાગે જરૂરી કાર્યવાહી કરી અજગરને પ્રાકૃતિક વાતાવરણમાં છોડવાની તજવીજ હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!