ભરૂચ શહેર અને જીલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એકશન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

SHARE:

ભરૂચ,
ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવાની કવાયત હાથ ધરી છે.જેમાં ભવિષ્યમાં હુલ્લડ અથવા કાયદો-વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય તે હેતુથી આ આયોજન કરાયું છે.
ગુજરાત રાજ્ય 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલ દાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર જી.ડી.બલવીર મીણાના નેતૃત્વ હેઠળ તારીખ 8 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ જિલ્લા ના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે.જેમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ સોમવારના રોજ ભરૂચ શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.આ ફ્લેગ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી પ્રસ્થાન કરી કોઠી,જામા મસ્જિદ,લાલ બજાર, ચકલા તથા હજીખાના વિસ્તારોમાં થી પસાર થઈ ફરી સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી.જેમાં પીએસઆઈ અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ ફ્લેગ માર્ચ દરમ્યાન વિસ્તાર પરિચય કવાયતો હાથ ધરાઈ હતી તેમજ ભૌગોલિક પરિસ્થિતિ, માર્ગ વ્યવસ્થા અને છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી, જે કટોકટી કે કોમી રમખાણોની સ્થિતિમાં નિયંત્રણ સ્થાપિત કરવામાં ઉપયોગી સાબિત થશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!