– સંખેડા તાલુકાના વતનીએ પોતાની દીકરીએ છોટાઉદેપુર જિલ્લામાં લગ્ન નોંધણી માટે અરજી કરતાં તેના કાકાએ વાંધા અરજી આપતા છોટાઉદેપુર જિલ્લામાં લગ્ન થયેલ નહીં
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખૂનવાડ ગામના વતની રાકેશભાઈ શંકરભાઈ બારીયાએ પોતાની દીકરીએ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં પિતા હયાત હોવા છતાં પિતાનુ મરણ થયેલ છે તેમ દર્શાવી લગ્નની નોંધણી કરાવી હોય તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા લગ્ન નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
બનાવની વિગત એવી છે કે તા.૨૬.૧.૨૬ ના રોજ રાકેશભાઈ ની દીકરી નિશા ઉ.વ.૧૮ ઘરેથી કહ્યા વગર ભાગી ગઈ હતી.પરિવાર દ્વારા તેની આજુબાજુના ગામમાં તેમજ સગા સંબંધીઓમાં તપાસ કરતાં તે મળી આવી ન હતી, જેથી પિતાએ સંખેડા પોલીસ મથકમાં દીકરી ઘર છોડી ક્યાંક જતી રહેલ હોવાની ફરિયાદ આપી હતી.ત્યાર બાદ પરિવારને જાણ થઈ હતી કે તેમની દીકરી નિશા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નંદપુર ગામના રહેવાસી બળદેવ જશુભાઈ બારીયા નાઓ સાથે લગ્ન કરવાના ઈરાદે ઘર છોડી જતી રહેલ છે અને છોટાઉદેપુર મુકાવે કોઈ મંદિરમાં તા.૨૭.૧.૨૬ ના રોજ લગ્ન કરી લીધા હતા અને નોંધણી કરવા માટે છોટાઉદેપુર નગરપાલિકામાં નોંધણી અધિકારી કચેરીમાં તમામ જરૂરી દસ્તાવેજો પુરાવો રજૂ કરેલા હતા.જેથી પરિવારને તેની જાણ થતા નિશા ના કાકા વિનોદભાઈ શંકરભાઈ બારીયાના એ લગ્ન સામે વાંધા અરજી આપી હતી.જેથી છોટાઉદેપુર મુકામે તેઓના લગ્ન થયેલ નહી ત્યાર બાદ ગદ તા.૬.૨.૨૬ ના રોજ તેઓએ ફરીથી ઝઘડિયા મુકામે કોઈ મંદિરમાં લગ્ન કરી લીધેલા અને નોંધણી કરાવવા માટે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં નોંધણી અધિકારીને સમક્ષ લગ્ન નોંધણીની યાદી રજૂ કરેલ હતી.જેમાં નિશાના પિતા રાકેશભાઈ શંકરભાઈ બારીયાનાઓ હયાત હોવા છતાં તેમણે યાદીમાં તેમને મરણ બતાવ્યા હતા.તેમજ જે સોગંદનામુ કર્યું હતું તેમાં અગાઉ કોઈ જગ્યાએ અમારા લગ્નની નોંધણી કરાવી નથી તેવી ખોટી હકીકત સોગંદનામાં જાહેર કરી પોતાનો આર્થિક લાભ લેવા ના આશયથી ખોટી હકીકતો વાળી લગ્નની યાદી આપી હતી, અને ગ્રામ પંચાયત દ્વારા પણ ચકાસણી કર્યા વગર અને પક્ષકારોને પૂછપરછ કર્યા વગર લગ્નની નોંધણી કરી આપતા નિશા ના પિતા રાકેશભાઈ શંકરભાઈ બારીયાએ ઝઘડિયા પોલીસ મથકમાં લગ્નની ખોટી નોંધણી કરાવનાર તેમજ લગ્ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ આપી છે.




