નરેશકુમાર બારીઆ CISF માં જોડાતા લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા (અણિયાદ)નું બે મહીનામાં બીજીવાર ગૌરવ વધ્યું

SHARE:

(ગણપત મકવાણા,પંચમહાલ)

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની (ગામ:અણિયાદ) ભૂતપૂર્વ વિદ્યાર્થી નરેશકુમાર પોપટભાઈ CISF માં જોડાતા શાળા પરિવાર અને ગામ દ્વારા ભવ્ય સન્માન સમારોહ ઉત્સવ ઉજવાયો હતો.

સમગ્ર શહેરા તાલુકા માટે ગૌરવ કરી શકાય તેવી વાત ગત માસે લક્ષ્મણપુરા (અણિયાદ) ની દીકરી બારીઆ વૈશાલીબેન કિરણસિંહ બી.એસ.એફમાં કઠીન ટ્રેનિંગ પૂર્ણ લક્ષ્મણપુરા (અણિયાદ) પરત આવી અને શાળા દ્વારા ગત તારીખ 8 જાન્યુઆરી 2026 ના રોજ ભવ્યથી ભવ્ય શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. પુનઃ આ મહીને લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી નરેશકુમાર પોપટભાઈ બારીઆ સી.આઈ.એસ.એફ (CISF-Central Industrial Security Force- કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ)ની 11 માસની કઠીન ટ્રેનિંગ ઓડિશા રાજ્યના કટક શહેર કેમ્પમાં પૂર્ણ કરી માદરે વતન લક્ષ્મણપુરા (અણિયાદ) મુકામે પરત આવ્યા હતા.જેમાં આજરોજ નરેશકુમારને સન્માન આપવા લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અણિયાદ ગામ સરપંચ સરસ્વતીબેન દિલીપભાઈ બારીઆ, ગામનાં અગ્રણી આરતભાઈ ફતેસિંહ બારીઆ, હીરાભાઈ હેમાભાઈ, એસ.એમ.સી શિક્ષણ વિદ કનુભાઈ સેવક,ગામ લોકો,એસ.એમ.સી સભ્યો,શાળા પરિવાર અને યુવા મિત્રો હાજર રહ્યા હતા.હાજર સૌ મહેમાનોએ નરેશકુમાર CISF માં જોડાવા બદલ સમગ્ર શહેરા તાલુકો અને પંચમહાલ જિલ્લામાં ગૌરવ અનુભવે છે તેવું વર્ણવ્યું.અને ખુબ શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા અને કારકિર્દી ખૂબ ઉજ્જવળ બને તેવી શુભકામના પાઠવી હતી.લક્ષ્મણપુરા શાળા પરિવાર દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી નરેશકુમાર ને શાલ, હાર, શ્રીફળ, મોમેન્ટો અને સન્માન પત્ર આપી બહુમાન કર્યું હતું. ગામના બારીઆ સમાજના અગ્રણીઓ અને બહેનો દ્વારા પણ દીકરાનું મોમેન્ટો,શાલ, પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું સાથે ઉપસ્થિત સૌ મહેમાનઓએ શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!