ભરૂચ,
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે દિપક કેમટેક લિમિટેડ (દિપક ગ્રુપની કંપની) અને જીઆઈડીસી ભરૂચ દ્વારા દહેજ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.બંને સંસ્થાઓ વચ્ચે થયેલા એમઓયુ મુજબ કુલ 40,000 ચોરસ મીટર વિસ્તારમાં 18,000 વૃક્ષો રોપવાની યોજના છે.આજના કાર્યક્રમમાં પ્રથમ તબક્કા તરીકે 3,000 વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.જેમાં લીમડો,પીપળો,વાળ,ગુલમોર સહિતના વૃક્ષોનું વાવતેર કરવામાં આવનાર છે અને આ વૃક્ષોની માવજત થાય અને મરણ આંક ઓછો થાય તે માટે ડ્રિપ ઈરીગેશન બેસાડી પાણી પૂરું પાડવામાં આવશે.સમગ્ર વૃક્ષની દેખરેખ જીઆઈડીસી દ્વારા કરવામાં આવનાર છે.તો બીજી તરફ દીપક ગ્રુપ કંપનીના આશરે ૨૦૦૦ કર્મચારીઓ દ્વારા આ દીપક વન ગ્રીન બેલ્ટ માં પોતાનો શ્રમ આપનાર છે.
આ કાર્યક્રમમાં દિપક ગ્રુપની કંપનીઓ દિપક નાઈટ્રાઈટ લિમિટેડ,દિપક ફીનોલેક્સ લિમિટેડ અને દિપક કેમટેક લિમિટેડના કર્મચારીઓ તેમજ જીઆઈડીસી,જીપીસીબી,એસોસિએશનના સભ્યો તથા આસપાસની કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ વૃક્ષારોપણ દરમ્યાન દિપક કેમટેકના સાઈટ હેડ ભગીરથસિંહ જાડેજા,જીઆઈડીસીના એક્ઝ્યુકિટિવ એન્જીનયર આકાશ રાવલ,દિપક ગ્રુપના કોર્પોરેટ હેડ નિર્મલસિંહ યાદવ સહિત આસપાસની કંપનીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is