(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ઉચ્છબ ગામ નજીક ભરૂચ સાંસદ મનસુખ વસાવા ના હસ્તે “વન કવચ”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ “વન કવચ”માં ૧૦૬ જાતના કુલ ૨૦ હજાર વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.અહીંયા ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા બાકડા મૂકવામાં આવ્યા છે અને બાળકોના રમવા માટે સાધનો તથા સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવેલ છે.આ વન કવચ ગામના લોકો માટે પર્યાવરણની દ્રષ્ટિએ તથા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેમ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.વન કવચના લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા તથા અન્ય મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ અને વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા સહિત વન વિભાગ ભરૂચના સામાજિક વનીકરણ વિભાગ તથા પેટા વન વિભાગ ભરૂચના મદદની સંરક્ષક વી.એમ.ચૌધરી અને એચ.આર.જાદવ, સામાજિક વનીકરણ રેન્જ ઝઘડિયાના આરએફઓ આર.એસ.રહેવર, હેમંત કુલકર્ણી સહિત વન વિભાગનો તમામ સ્ટાફ અને ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is