નાયબ પોલીસ વડાની ઉપસ્થિતિમાં યોજાયેલ કુચ દરમિયાન લોકોને ચુંટણી સંબંધે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સાયબર ક્રાઈમ જાગૃતિ બાબતે સમજ આપવામાં આવી
ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના ડભાલ ગામે પોલીસ દ્વારા ચુંટણીને અનુલક્ષીને કુચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા અને ઉમલ્લા પીઆઈ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કુચમાં ઉમલ્લા પોલીસ સ્ટાફ જોડાયો હતો. ગ્રામજનોએ કુતુહલ પૂર્વક પોલીસની કુચ નિહાળી હતી.
આ પ્રસંગે ગ્રામજનોને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ચુંટણી નિર્ભય રીતે તટસ્થ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે નાગરીકોએ તંત્રને પુરો સહયોગ આપવો જોઈએ તેમ જણાવીને નિર્ભય રીતે સહુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો એમ જણાવાયું હતું.તેમજ લોકોએ સાયબર ક્રાઈમનો ભોગ બનતા કેવી રીતે બચવું અને કોઈવાર કોઈ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને તો તેને માટે શું કરવું તેની વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is