વડતાલ સંસ્થા સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે પંચ દશાબ્દી વાર્ષિક ઉત્સવ પ્રારંભ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર ગણેશ ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા જ્યાં ભગવાન સહજાનંદ સ્વામીના ચરણારવિંદ અને નંદ સંતોના પાવન ચરણોની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલ મંદિર શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી કષ્ટભંજન દેવ અને શ્રી વિઘ્ન વિનાયક દેવોનો પંચ દશાબ્દી 15 મો વાર્ષિક પાટોત્સવની ભવ્ય રંગેચંગે ધાર્મિક રીતી રિવાજ અનુસાર ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ કરાયો છે.આ દિવસો દરમિયાન પોથીયાત્રા, રામ શ્યામ ઘનશ્યામ કથા, શ્રી હરિ અભિષેક, હોમાત્મક મહાપૂજા, અન્નકૂટ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના પ્રારંભે આજરોજ ભવ્ય પોથીયાત્રાનું સુંદર આયોજન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. પોથીયાત્રા શ્રીજી હોસ્પિટલ ડોક્ટર દીપકભાઈ રાઠોડના નિવાસ્થાન ખાતેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી.જેમાં હરિભક્ત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.પોથીયાત્રા ઉપલીવાટ , મોચીનોઢોળ, ગણેશચોક થઈ મંદિર ખાતે સમાપન કરાયું હતું.ત્યાર બાદ પોથી પૂજન,આરતી અને રામ શ્યામ ઘનશ્યામ કથાનો વક્તા શ્રી પૂજ્ય કેશવ પ્રિયદાસજીના સુમધુર કંઠે ગૌતમભાઈ યાદવ અને તેમની ટીમની સંગીતમય સુરાવલી સાથે કરાયો હતો.આ પ્રસંગે ડોક્ટર દીપકભાઈ રાઠોડ, નીતિનભાઈ રાઠોડ, દીપકભાઈ વાઢેર, દિલીપભાઈ પટેલ, હેતલભાઈ પટેલ, ચંદ્રેશભાઈ પંચાલ, જય રાઠોડ,પ્રતાપભાઈ સોની, દિનેશભાઈ અધ્વર્યુ ,અશોકભાઈ ચોકસી,બીપીનભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, વિરલભાઈ પટેલ, સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી પોથીયાત્રા, કથા શ્રવણનો લાભ લીધો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!