– રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં સરદાર ટાઉન હોલ ના થયેલ રિનોવેશન માટે અધઘ અધઘ અંદાજે બે કરોડ રૂપિયાનાં ખર્ચ બાબતે તપાસ કરવાની માંગ
(જ્યોતિ જગતાપ, રાજપીપલા)
આમ આદમી પાર્ટીએ નર્મદા કલેકટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં આવેલ સરદાર ટાઉન હોલ ના થયેલ રિનોવેશન ખર્ચ 1,98,75,056 રૂપિયા આ બાબતે તપાસ કરવામાં આવે આ બે કરોડમાં તો અધતન સુવિધા વાળો નવો ટાઉનહોલ બની જાય તો હાલમાં જ રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં આવેલ સરદાર ટાઉન હોલ નું રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે અને આ રિનોવેશન માં શું શું કામ કરવામાં આવ્યું છે ? તથા કઈ કઈ નવી વસ્તુઓ ખરીદી કરી નાખવામાં આવી છે ? કે જેનો ખર્ચ 1,98,75,056.રૂપિયા થયો છે.આટલી મોટી રકમનો ખર્ચ થયો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોતા લાગતું નથી. જેથી આ રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં આવેલ સરદાર ટાઉન હોલ ના ખર્ચ રૂપિયા 1,98,75,056 ની તપાસ કરવામાં આવે.સાથે સાથે ગાર્ડનમાં જ માછીવાડ અને કાછિયાવાડ વિસ્તારને અડીને ( દક્ષિણ બાજુ ) આવેલ દિવાલ નું પણ રિનોવેસન કરવામાં આવ્યું છે. આ દિવાલ પહેલાથી હતી જ, માત્ર રિનોવેશન થયું છે.તો તેની રકમ કેટલી છે તેની પણ જાણકારી મેળવી તેની પણ તપાસ થાય તેવી રજૂઆત કરવામાં આવી છે આ સાથે રાજપીપલા નગર પાલિકા દ્વારા ટાઉન હોલ માં થયેલ ખર્ચ ની યોગ્ય તપાસ કરવામાં આવે અને કમિટીની રચના કરવામાં આવે આજે દર વર્ષે આ ટ્રાયબલ વિસ્તારમાં આવેલ રાજપીપળા નગરપાલિકા માં 80 થી 90 કરોડ રૂપિયા એક વર્ષના આવે છે તો 400 થી 450 કરોડ રૂપિયા પાંચ વર્ષના થાય છે આટલા રૂપિયામાં તો રાજપીપળા નગરપાલિકાની કાયાપલટ થઈ જાય પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના બેઠેલા નેતાઓ અધિકારીઓ અને એજન્સી ને સાથે રાખીને આ કરોડો રૂપિયા નું કાગળ પર આયોજન કરે છે જે બાબતે યોગ્ય તપાસ થાય અને નગરપાલિકાની જનતાને કહેવા માંગીએ છે કે હવે તો જાગો હવે તો આ નગરપાલિકામાં બેઠેલા ભ્રષ્ટ નેતાઓ સામે અવાજ ઉઠાવો જે અપક્ષ માંથી ચૂંટાઈને આવે છે તેવા એક પણ નેતા યોગ્ય રજૂઆત કેમ કરતા નથી એ કઈ બાબતે મૌન છે શું આવા નેતાઓને પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા કવરો મળી જાય છે તે માટે આ નેતાઓ પ્રજાના પ્રશ્નો અને આ કરોડો રૂપિયા નો જે ખર્ચ થાય છે એ બાબતે મૌન ધારણ કરી અને જવાબ માંગતા નથી આવનારા દિવસોમાં નગરપાલિકાની તમામ જનતાને સાથે રાખીને જો યોગ્ય જવાબ અને ન્યાય નહીં મળે તો નગરપાલિકાનો ઘેરાઓ કરશું અને જરૂર પડશે તો કલેક્ટર ઓફિસનો પણ ઘેરાવો તમામ જનતાને સાથે રાખીને કરીશું.




