ભરૂચ,
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્યે મૃત્યુ પામેલા લોકોને ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા બે મિનિટનું મૌન અને દુઆ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અમદાવાદ ખાતે એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરી લંડન જતું હતું તે વેળા એકાએક ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના બનતા સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દુઃખ ઘટના બની હતી.જેમાં વિમાનમાં સવાર મુસાફરોએ જીવ ગુમાવ્યા છે.તો બીજી તરફ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.જેઓ સારવાર હેઠળ છે.ત્યારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના આત્માનાને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને પરિવાર પર આવેલી દુઃખની ઘડીમાં શક્તિ આપે તે માટે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠીની આગેવાનીમાં જંબુસર બાયપાસ ચોકડી નજીક એકત્ર થઈ બે મિનિટનું મૌન પાડી દુઆ કરી મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
તો બીજી તરફ કોંગ્રેસ સમિતિના જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન સાથે કેન્ડલ માર્ચ થકી શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી હતી.
આમોદની મિશ્ર શાળા નંબર ૧ માં ૧૨ મી જુનના રોજ અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃત્યુ પામેલા તેમજ વિમાન ક્રેશ થતાં મેડિકલ કૉલેજની મેસમાં જમતા આશાસ્પદ તબિબો પણ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ હોનારતમાં પોતાના જીવ ગુમાવી દીધો હતો.જેથી સમગ્ર દેશમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.ત્યારે તમામ મૃતકોના આત્માની શાંતિ માટે આમોદ મિશ્ર શાળા નંબર ૧ માં આચાર્ય ઝાકીર પટેલ, શાળા પરીવાર તેમજ બાળકોએ પ્રાર્થના કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is