આત્મનિર્ભર ગૌમાતાના ધ્યેય સાથે હોળી પર્વ માટે ભરૂચ પાંજરેપોળ ખાતેથી છાણાનું વિતરણ

SHARE:

ભરૂચ,

ભરૂચ પાંજરાપોળ દ્વારા આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયનાં ગોબર માંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે.જેનું હોલિકા દહન માટે એડવાન્સ બુકીંગ પણ શરૂ થઈ ગયું છે.જેથી ભરૂચમાં પર્યાવરણનાં જતન સાથે હોલિકા દહન કરવામાં આવશે.  

હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે.ત્યારે ઠેર ઠેર હોલિકા દહનમાં કરવામાં આવશે.હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે ત્યારે ભરૂચમાં આવેલા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ છેલ્લા દસ વર્ષથી નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યાં છે.આ છાણા પ્રતિ નંગ 5 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે.છાણાના વેચાણ થકી મળતી ધન રાશીનો પાંજરાપોળના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે આથી ગાયના ગોબરના છાણાની હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરવામાં આવી છે.હાલમાં પાંજરાપોળમાં છાણાંનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે પાંજરાપોળ ગૌ માતાની સેવા કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે.છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે છે.તેમાંથી પર્યાવરણનું જતન થાય પ્રદુષણથી મુક્તિ મળે તે માટે કરાય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!