– ૧૦૦ જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય ફેલાતા સ્થાનિકોએ નગર પાલિકા પર કર્યા ગંભીર આક્ષેપ
– અકસ્માતમાં કોઈનો જીવ જશે તો પાલિકા સામે માનવ વધનો ગુન્હો દાખલ કરાવવાની ફરજ પડશે : અબ્દુલ કામઠી
ભરૂચ,
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર આશરે સો જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સર્જાતા સ્થાનિકોએ પાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર સોએક જેટલી ગાયો કોઈ છોડી જતા વાહનચાલકો અટવાયા હતા.તો આ બાબતે સ્થાનિકોમાં પણ ભય સાથે રોષ ફાટી નીકળ્યો હતો અને એકત્ર થઈ ગયા હતા.સ્થાનિક અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્યોએ નગર પાલિકા પર બેદરકારી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે અકસ્માતમાં કોઈનો જીવ જશે તો પાલિકાના જવાબદારો સામે માનવ વધનો ગુન્હો દાખલ કરાવવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.
ભરૂચ શહેરમાં રખડતા પશુઓની સમસ્યાના નિવારણ માટે કોઈ કાયમી આયોજન કરાતું નથી તેથી અવારનવાર આવા કિસ્સા સામે આવતા રહે છે ત્યારે પાલિકા તંત્ર સક્રિય થાય તે આવશ્યક છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is