ભરૂચ જિલ્લામાં સર્વાઈકલ કેન્સર ફ્રી ઈન્ડિયા રસીકરણ અભિયાનનો પ્રારંભ થતા પ્રથમ તબક્કામાં અંદાજિત ૧૩૪૫૫ કિશોરીઓને રસી આપવામાં આવશે

SHARE:

ભરૂચ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આજરોજ રાજસ્થાનના અજમેરથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ સમાંતર ભરૂચ જિલ્લામાં પણ આ અભિયાન અમલમાં મુકવામાં અને સર્વાઈકલ કેન્સરને મૂળમાંથી ખતમ કરવા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજસ્થાનના અજમેરનો લાઈવ કાર્યક્રમ ઉપસ્થિત લોકોએ નિહાળ્યો હતો.ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખાતે દીકરીઓએ પ્રતિકાત્મક કેન્સર વિરોધી રસી મુકાવીને જિલ્લાની અન્ય કિશોરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

અત્રે ઉલેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ,સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે પણ HPV રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જિલ્લામાં HPV રસીકરણ આગલા ત્રણ માસ દરમિયાન કરવામાં આવનાર છે.જિલ્લામાં અંદાજીત ૧૩૪૫૫ જેટલી તમામ ૧૪ (જેમણે ૧૪મો જન્મદિવસ ઉજવ્યો હોય પરંતુ ૧૫મો નહીં તેવો ૦૧ વર્ષ નો cohort) વર્ષની દીકરીઓને આવરી લેવામા આવનાર છે. શાળા એ ન જતી કિશોરીઓનું જે તે કોલ્ડ ચેઈન પોઈન્ટ ખાતે રસીકરણ કરવામાં આવશે.વાલી અને શિક્ષકોની મીટીંગ દરેક શાળામાં ખાસ પીટીએમનું આયોજન કરાશે. આરોગ્ય કર્મચારી અને નોડલ શિક્ષક દ્વારા રસીકરણ પૂર્વે અને રસી અંગે જાગૃતિ કાર્યક્રમો કરાશે.જિલ્લામાં સ્વસ્થ દીકરી સુરક્ષિત ભવિષ્ય અંતર્ગત ૧૪ વર્ષ ની દીકરાઓને રસી આપાવી ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષિત કરવા વાલીઓ,શાળા સંચાલકો અને સમાજનાં આગેવાનોને સહકાર આપવા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.એચ.એસ પટેલ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!