– બજારમાં ધાણી,ચણા,ખજૂર,કોપરા,હારડા ઘઉંની સેવનો નવો ઢગલો માલ ખડકાયો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ગણાય છે.હોળી ધુળેટી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે.નર્મદા જિલ્લામાં 80% આદિવાસી લોકો વસે છે.હોળી ટાણે આદિવાસીઓ પોતાના વતન માટે પાછા ફરે છે.હાલમાં પ્રાંતમાં મજૂરી અર્થે ગયેલા આદિવાસીઓ નર્મદામાં પોતાના માદરે વતન પાછા ફર્યા છે.નર્મદા વડામથક રાજપીપળા માં હાલ હોળીની ધૂમ ખરીદી શરૂ થઈ છે. હાલ બજારમાં ધાણી,ચણા,ખજૂર, કોપરા, ઘઉંની સેવનો ઢગલો માલ બજારમાં ખડકાયો છે.દર વર્ષ કરતાં ધાણી, ચણા, ખજૂરના ભાવ વધારે હોવા છતાં બજારમાં તેની ધૂમ ખરીદી નીકળી છે.હોળી ટાણે રાજપીપળા ઉપરાંત દેડિયાપાડા,સાગબારામા હોળીના ખાસ હાટ બજાર ભરાય છે.જેમાં પર પ્રાંત માંથી પાછા ફરેલા આદિવાસી હોળીની ધૂમ ખરીદી કરે છે.જેમાં ધણી,ચણા,કોપરા, ઘઉની સેવ ખરીદી હોળીની પૂજા કરે છે.આદિવાસીઓનું હોળીના ગીતો ગાયને હોળીના વધામણા લે છે.
રાજપીપલાના બજારમાં લીમડાચોક,શાકમાર્કેટ,સફેદ ટાવર પાસે, સ્ટેશન રોડ,લીમડા ચોક વિસ્તારમાં ઘણી, ચણા,ખજૂર, કોપરાનો નવો ઢગલો માલ ખડકાયો છે. જેની લોકો ધૂમ ખરીદી શરૂ થઈ છે.તેની સાથે સાથે રંગો, રંગબેરંગી વિવિધ પીચકારીઓનો નવો ઢગલો માલ ખડકાતા તેની પણ ધૂમ ખરીદી શરૂ થઈ છે.ધાણી, ચણા,ખજૂર, કોપરા કફનાશક હોય શરદી, ખાંસી, કફ જેવી બીમારીઓ ખાવાથી દૂર થાય છે.શિયાળાની ઠંડીમાં કફ, ખાંસી ની બીમારી વધતા ફાગણમાં કફનો નાશ થાય તેવા પદાર્થોનું સેવન કફ માટે ફાયદાકારક છે.




