– આજના ડિજિટલ યુગમાંમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં અનોખી માન્યતા : ગ્રામજનોની ઘાસના પૂળા સાથે પ્રદક્ષિણા : આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખશાંતિ બની રહે છે : આદિવાસી નૃત્ય પરંપરા સાથે આદિવાસીઓએ હોલીની પ્રદક્ષિણા કરી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા વડિયા ગામમા બે ચકમક પથ્થર ઘસીને રૂ અને છાણાં સળગાવીને અનોખી રીતે હોળી પ્રગટાવાઈ હતી અને ઘાસના પૂળા સાથે પ્રદક્ષિણા કરાઈ હતી આવી રીતે હોળી પ્રગટાવવા થી ગામમાં સુખશાંતિ બની રહે છે એવી માન્યતા છે.
નર્મદા જીલ્લા માં હોળી પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરાઈ રહી છે.ત્યારે ડિજિટલ ના યુગમાં પણ નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં આજે પરંપરાગત રીતે હોળી પ્રગટાવી ને પર્વ ની ઉજવણી કરવામાં આવે છે. રાજપીપલા ના વડિયા ગામે પણ પ્રતિવર્ષ ની જેમ આ વર્ષે પણ ચકમક પથ્થર થી રૂ અને છાણાં સળગાવી ને હોળી નું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.આવી રીતે હોળી પ્રગટાવવા થી ગામમાં સુખશાંતિ બની એહે છે.તેવોનું માનવું છેકે આદિમાનવ વખતે કોઈપણ પ્રકારની માચીસ કે કેમિકલ ની શોધ ન હતી થઈ પરંતુ જે વર્ષો પહેલા હોળીને બે પથ્થર ઘસી ને અગ્નિ પ્રગટાવવામાં આવતી તેજ રીતે આજે પણ આજના આધુનિક યુગમાં નર્મદા કેટલાક ગામો માં હોળી પ્રગટાવવામાંઆવે છેએમ આગેવાન ઘનશ્યામ પટેલ અને સરપંચ બિંદિયા વસાવા એ જણાવ્યું હતું અને હોળી ની પ્રદક્ષિણા સુકા ઘાસ ના પુળા લઇ ફરવામાં આવે છે અને જે ધાસ ઢોર ને ખવડાવાથી આખુ વર્ષ ઢોર નીરોગી રહે છે આમ પૂરી શ્રધ્ધાથી લોકો આ પર્વની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામા ગ્રામજનો હાજર રહ્યા હતા.અને આ પરંપરા નિભાવી રહ્યા છે.જેમાં આદિવાસી નૃત્ય પરંપરા સાથે આદિવાસીઓએ હોલીની પ્રદક્ષિણા કરી હતી.




