ભરૂચ,
ભરૂચ જિલ્લા જેલ ખાતે ‘પ્રયાસ’ સંસ્થાના સંકલનથી RTO કચેરી, ભરૂચ તરફથી જેલના બંદીવાનો માટે માર્ગ અકસ્માત નિવારણ અને સલામતી વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્રારા બંદિવાનોને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાણકારી આપેલ તેમજ ટ્રાફીક નિયમો અંગે એન.જી.સેંજણીયા આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર , RTO ભરૂચે RTO ના નીતિ-નિયમો અને કાયદાકીય પાસાઓ વિશે માહિતગાર કર્યા તથા તેજસભાઈ પ્રજાપતિ રોડ સેફ્ટી ઈન્સ્ટ્રક્ટરે અકસ્માત નિવારવા માટે રસ્તા પર રાખવાની શિસ્ત વિશે સમજણ આપી તેમજ વર્ષા પરમાર રોડ સેફ્ટી ટ્રેનરે સુરક્ષિત ડ્રાઈવિંગની ટેકનિક અને સલામતીના સાધનોના મહત્વ પર ભાર મુકી મુખ્યત્વે RTO ના નિયમો, માર્ગ અકસ્માત સમયે રાખવી પડતી સાવચેતી અને ડ્રાઈવિંગ લાયસન્સ પ્રક્રિયા અંગે મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ જેલ અધિક્ષક એન.પી.રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ પ્રયાસ સંસ્થા,ભરૂચના પ્રતિનિધિઓ આશિષ બારોટ,અનિલ વસાવા અને નીતા ગજ્જરનાઓ હાજર રહી મહત્વપુર્ણ યોગદાન આપેલ હતુ. બંદિવાનોએ જેલમાંથી મુક્ત થયા બાદ સમાજમાં જવાબદાર નાગરિક બનવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાનું અને અન્યનું જીવન સુરક્ષિત રાખવા કટીબધ્ધ બનેલ આ કાયક્રમમાં તમામ બંદિવાનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.




